<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 9th May 2026

જૂનાગઢ એસઓજી પોલીસ ટીમે પરપ્રાંતીય શખ્‍સને ગાંજા સાથે ઝડપી લીધો

(વિનુ જોષી દ્વારા) જુનાગઢઃ  રેન્‍જનાં નાયબ પોલીસ મહાનિરીક્ષક  રાજેન્‍દ્રસિંહ ચુડાસમા તથા જૂનાગઢ પોલીસ અધિક્ષક  સુબોધ ઓડેદરાની સુચના અને માર્ગદર્શન મુજબ નશીલા પદાર્થો વેચનારની ઘરપકડ કરી છે.

પોલીસે  શીવમ રમેશ બીન્‍દ, ઉ.વ.ર૧, રહે જૂનાગઢ, મધુરમ, મામાદેવના મંદિરની બાજુમાં, અમુલ એપાર્ટમેન્‍ટ, પહેલો માળ મુળ રહે.ગામ-મનવાપુર તા.જી.ગાજીપુર રાજય-ઉતર-દેશની ઘરપકડ કરી છે.જયારે સેફુ રહે.જૂનાગઢની શોધખોળ આદરી છે.  ગાંજો (મેરીજુઆના હસીસ) ૫.૯૦૦ કિલો ગ્રામ કિ.રૂ.૨,૯૫,૦૦૦/- તથા (૨) વિવો કંપનીનો એન્‍ડ્રોઈડ મોબાઇલ ફોન નંગ-૦૧ કિ.રૂ.૧૦,૦૦૦/- તથા (૩) રોકડ રૂપીયા ૮૦/- તથા (૪) ગ્રીન કલરનો થેલો તથા ચાદર કિ.રૂ.૫૦૦/- એમ મળી કુલ કિ.રૂ.૩,૦૫,૫૮૦/- નો મુદામાલ કબ્‍જે કરેલ છે.

આ કામગીરીમાં એસ.ઓ.જી.ના ઈન્‍ચાર્જ પોલીસ ઈન્‍સ્‍પેકટર કળણાલ એમ.પટેલ તથા બી ડીવીઝન પો.સ્‍ટે.ના પોલીસ ઈન્‍સ્‍પેકટર એ.બી.ચૌધરી તથા એસ.ઓ.જી.ના પો.સબ ઈન્‍સ.  ડી.કે.સરવૈયા તથા એ.એસ.આઇ. મહેન્‍દ્રભાઇ કુવાડીયા, વિક્રમભાઈ ચાવડા, કરશનભાઈ મોઢા તથા પો.હેડ કોન્‍સ. પ્રતાપભાઈ શેખવા, બાલુભાઇ બાલસ તથા પો.કોન્‍સ. રોહીતભાઇ ધાધલ, રવિરાજભાઇ વાળા, શૈલેન્‍દ્રસિંહ સિસોદીયા, મયુરભાઈ ઓડેદરા, માનસિંહભાઈ સિસોદીયા તથા ડ્રા.પો.હેડ કોન્‍સ. જયેશભાઇ બકોત્રા તથા ડ્રા.પો.કોન્‍સ. પરબતભાઇ દિવરાણીયા વિગેરે સ્‍ટાફ આ કામગીરીમાં જોડાયેલ હતો.(તસ્‍વીરઃ મુકેશ વાઘેલા- જુનાગઢ)

(1:17 PM IST)