તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 28th July 2026
જુનાગઢ તાલુકા વિસ્તારમાંથી દારૂનો જથ્થો ઝડપી લેતી જુનાગઢ રેન્જ પોલીસ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ર૮ :.. જુનાગઢ રેન્જના નાયબ પોલીસ મહા નિરીક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા દેશી, વિદેશી દારૂ તથા જૂગારની બદીને નેસ્તનાબુદ કરવા અને ગે. કા. પ્રવૃત્તિને સંપૂર્ણપણે ડામી દેવા કડક સુચના આપી હતી.
પોલીસે દારૂ-કાર, બાઇક સહિત રૂા. ૩.૯૪ લાખનાં મુદામાલ સાથે ઇકબાલ ઉર્ફે લાંબો હાસમભાઇ પડાયા (ઉ.૩પ) રહે. હર્ષદનગર માધવ એપા. ની પાછળ નંદનવન સોસાયટી જોશીપરા જુનાગઢ, અબ્દુલખાલીદ હસનભાઇ શેખ ઉ.પર, રહે. બ્લોચવાડા માંડવી પો. ચોકીની પાસે કુમારશાળાની સામે જુનાગઢ, ફેઝલ ઇનાયતખાન ગોપાંગ ઉ.૩ર રહે. જગમાલ ચોક, ઉપરકોટની બાજુમાં જૈન મંદિરની સામે જુનાગઢ, મુસેબ ઉર્ફે મુસા અબામેસન સુલેમાની આરબ (ઉ.ર૭) રહે. કોલીવાડા જુની કોર્ટની પાછળ જુનાગઢની ધરપકડ કરી છે. આ કામગીરી પો. ઇ. વાય. બી. રાણા, પો. સ. ઇ. આર. જી. ચુડાસમા, બી. ડી. માવદિયા, એ. એસ. આઇ., ગીરીરાજસિંહ પ્રદ્યુમનસિંહ, ગજેન્દ્રસિંહ ઇન્દ્રસિંહ, પો. હેઙ કો. હરદેવસિંહ અમરસિંહ, મહેન્દ્રભાઇ દાનાભાઇ, વિપુલસિંહ કિરણસિંહપ પો. કો. પ્રવિણસિંહ પીઠાભાઇ, ભુપતસિંહ ડોલરસિંહ, ડાયાભાઇ કાનાભાઇ, અમિતભાઇ કરશનભાઇ, અરવિંદભાઇ રસીકભાઇ, મિલનભાઇ રામભાઇ, જયેશભાઇ ગીરધરભાઇ, ડ્રા. એ. એસ. આઇ. પ્રદ્યુમનસિંહ રતુભાએ કરી છે.
(1:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
