News of Friday, 31st July 2026
જૂનાગઢ રેન્જ પોલીસવડા દ્વારા હોટેલ રોયલ મેન્સન ખાતે થયેલી જુગારની રેડના સંદર્ભે કડક કાર્યવાહી
એસ.ઓ.જી પી.એસ.આઇ. ડી. એમ. કાગડા તથા લીવ રિઝર્વ. પી.એસ.આઇ. એચ. એલ. જેબલિયાને તાત્કાલિક અસરથી ફરજમુક્ત કરાયા

( વિનુ જોશી દ્વારા ) જૂનાગઢ : પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશન વિસ્તારની હોટેલ રોયલ મેન્સન ખાતે થયેલી જુગારની રેડના સંદર્ભે થયેલી પ્રાથમિક તપાસ દરમિયાન બેદરકારી અને ગેરરીતિ ધ્યાનમાં આવતા, જૂનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજેન્દ્રસિંહ ચૂડાસામા દ્વારા એસ.ઓ.જી પી.એસ.આઇ. ડી. એમ. કાગડા તથા લીવ રિઝર્વ. પી.એસ.આઇ. એચ. એલ. જેબલિયાને તાત્કાલિક અસરથી ફરજમુક્ત કરવામાં આવ્યા છે.
સમગ્ર પ્રકરણમાં વધુ તપાસ ચાલુ છે અને જરૂરી વિભાગીય તેમજ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
(10:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
