News of Friday, 8th May 2026
માંગરોળ ગુનામાં નાસતા ફરતા આરોપીને દમણ ખાતેથી પકડી પાડતી જુનાગઢ રેન્જ પોલીસ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા.૮: રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા કરેલ સુચના અનુસંધાને જુનાગઢ રેન્જના પો.ઇન્સ. વાય.બી. રાણાના માર્ગદર્શન હેઠળ પો.સ.ઇ. આર.જી. ચુડાસમા, બી.ડી. માવદીયા, પોલીસ સ્ટાફ એ.એસ.આઇ. ગીરૂભા પ્રદ્યુમનસિંહ પો.હેડકોન્સ. મહેન્દ્રભાઇ દાનાભાઇ તથા પો.કોન્સ. પ્રવિણસિંહ પીઠાભાઇ, અરવિંદભાઇ રસીકભાઇ તથા ડ્રાઇવર એ.એસ.આઇ. પ્રદ્યુમનસિંહ રતુભાનાઓ નાસતા ફરતા આરોપીઓને પકડવાની કામગીરીમાં સતત પ્રયત્નશીલ હતા.
તે દરમ્યાન હ્યુમન ઇન્ટેલીજન્સ તથા ટેકનીકલ સોર્સથી મદદ આધારે હકિકત મળેલ કે જુનાગઢ જીલ્લાના માંગરોળ ગુનાના આરોપી સોહીલભાઇ અબ્દુલ રજાકભાઇ પીંજારા (ઉ.વ.૪૦) ધંધો.લે-વેચનો રહે.આસીયાના એપાર્ટમેન્ટ, ખોજા સોસાયફટી, ખારીવાડ નાની દમણને ઝડપીને માંગરોળ પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે.
આ કામગીરી જુનાગઢ રેન્જના પોલીસ ઇન્સ. વાય.બી. રાણા, પો.સ.ઇ આર.જી. ચુડાસમા, બી.ડી. માવદીયા, પોલીસ સ્ટાફ એ.એસ.આઇ. ગીરૂભા પ્રદ્યુમનસિંહ પો.હેડ કોન્સ. મહેન્દ્રભાઇ દાનાભાઇ તથા પો.કોન્સ. પ્રવિણસિંહ પીઠાભાઇ, અરવિંદભાઇ રસીકભાઇ તથા ડ્રાઇવર એ.એસ.આઇ. પ્રદ્યુમનસિંહ રતુભાએ કરી છે.
(10:48 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
