તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 26th June 2026
જૂનાગઢ પોલીસની નેત્રમ શાખાને રાજ્યના પોલીસવડા જી.એસ.મલીકના હસ્તે એવોર્ડ
વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત સીસીટીવી કેમેરાનો ઉપયોગ કરીને અનેક ગુન્હાના ભેદ ઉકેલવામાં સફળતા : જુનાગઢ રેન્જના ડીઆઈજીપી રાજેન્દ્રસિંહ ચુડાસમા અને જુનાગઢ જીલ્લા પોલીસવડા સુબોધ ઓડેદરાની આગેવાનીમાં કામગીરી

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ,તા.૨૬: ગુજરાત પોલીસમાં વિશ્વાસ પ્રોજેકટ અંતર્ગત ઇન્સ્ટોલ કરેલ સીસીટીવી કેમેરાનો ઉપયોગ કરી ઉત્કૃષ્ઠ કામગીરી કરનાર જીલ્લાઓને દર ત્રણ માસે એવોર્ડ એનાયત કરવાનું નક્કી કરવામાં આવેલ છે. જેમાં રાજ્યના પોલીસ વડાની કચેરી દ્રારા ગુજરાત રાજ્યના દરેક જીલ્લામાંથી સારી કામગીરીની દરખાસ્ત મંગાવી, કમિટી દ્વારા વિજેતાઓના નામ નક્કી કરી, Reward & Recognition Program હેઠળ એવોર્ડ એનાયત કરી, ગુજરાત રાજ્યના ડીજીપી જી.એસ.મલીક સાહેબના હસ્તે સન્માન કરી, સન્માન પત્ર એનાયત કરવામાં આવે છે. જૂનાગઢ રેંજના ડી.આઈ.જી.પી. રાજેન્દ્રસિહ ચુડાસમા સાહેબ તથા જૂનાગઢ જીલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરા સાહેબ દ્વારા ગુજરાત સરકાર દ્રારા વિશ્વાસ પ્રોજેકટ અંતર્ગત ઇન્સ્ટોલ કરેલ સીસીટીવી કેમેરાનો મહત્તમ ઉપયોગ કરી શહેરમાં ટ્રાફીક નિયમન તથા બનતા કોઇ પણ ગુન્હાનો ભેદ ત્વરીત ઉકેલવા, કોઇ વ્યક્તિનો કિમતી સામાન ગુમ થયેલ હોય, ક્યાંય ભુલી ગયેલ હોય તો ત્વરીત તે સામાન શોધી, પોલીસ પ્રજાનો મિત્ર છે તે સુત્રને સાર્થક કરવા સૂચના આપેલ છે.
જે અંતર્ગત જૂનાગઢ હેડ ક્વા. ડી.વાય.એસ.પી. એ.એસ.પટણીના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. એચ.પી.મકવાણા અને ૨૫ પોલીસ સ્ટાફ તથા એન્જીનીયરશ્રીઓ ૨ર્૪ં૭ ફરજ બજાવે છે.
Reward & Recognition Program હેઠળ એવોર્ડ એનાયત કરવા સારૂ ગુજરાત રાજ્યના ડી.જી.પી.શ્રી ની કચેરી ખાતે નિયુક્ત કરેલ કમીટી દ્રારા રાજ્યના તમામ જીલ્લા દ્રારા વર્ષ ૨૦૨૬ ના ક્વાર્ટર-૧ (તા. ૦૧/૦૧/૨૦૨૬ થી ૩૧/૦૩/૨૦૨૬ સુધીના) સમયગાળા દરમ્યાન C.C.T.V. કેમેરાનો ઉત્કૃષ્ઠ ઉપયોગ કરી કેસ ઉકેલવામાં મળેલ સફળતાની કામગીરીનુ મુલ્યાંકન કરવામાં આવેલ હતુ. મુલ્યાંકન બાદ કમીટી દ્રારા ક્વાટર- ૧ માં(તા. ૦૧/૦૧/૨૦૨૬ થી ૩૧/૦૩/૨૦૨૬ સુધી) જૂનાગઢ જિલ્લાની નેત્રમ શાખાને બનાવના ભેદ ઉકેલવાની કેટેગરીમાં ગુજરાત રાજ્યમાં તૃતીય નંબર આપવામાં આવેલ છે. આમ જૂનાગઢ જિલ્લાની નેત્રમ શાખાને બનાવના ભેદ ઉકેલવાની કેટેગરીમાં ૧૯ મી વખત એવોર્ડ એનાયત કરવામાં આવેલ હતો.
નેત્રમ શાખાના પી.એસ.આઇ. એચ.પી.મકવાણાની ટીમના પોલીસ કોન્સ. નરેન્દ્રભાઈ દયાતરને ગાંધીનગર ખાતે ડી.જી.પી. જી.એસ.મલીક સાહેબ દ્રારા નેત્રમ શાખાને ૨૫ મી વખત એવોર્ડ આપી સન્માનીત કર્યા હતા. વિશ્વાસ પ્રોજેકટ અંતર્ગત કુલ ૧૯ વખત કામગીરીનું મૂલ્યાંકન કરી એવોર્ડ આપવામાં આવેલ છે, જેમાં બનાવના ભેદ ઉકેલાવાની કેટેગરીમાં તમામ વખત એવોર્ડ એનાયત કરવામાં આવેલ છે, તેમજ ૩ વખત ઇ -ચલણની કામગીરીમાં નંબર મેળવેલ છે, અને ૨ વખત ઇ-કોપ એવોર્ડ મેળવેલ છે અને જૂનાગઢ પોલીસને ગર્વ અપાવેલ છે.
વર્ષ એપ્રીલ - ૨૦૨૧ થી માર્ચ - ૨૦૨૬ સુધી સીસીટીવી કેમેરાનો ઉપયોગ કરી જૂનાગઢ પોલીસ દ્રારા કુલ ૩૪૪૫ કેસના બનાવનો ભેદ ઉકેલવામાં સફળતા મળેલ છે જે ૩૪૪૫ કેસો પૈકી ૩૩૪૦ કેસો જૂનાગઢ જિલ્લાના અને ૧૦૫ જેટલા કેસો રાજકોટ, ગીર સોમનાથ, પોરબંદર, દેવ ભુમી દ્રારકા, જામનગર, બોટાદ, સુરેન્દ્રનગર, અમરેલી, ભાવનગર અને સુરતમાં બનેલ બનાવનો ભેદ જૂનાગઢ નેત્રમ શાખા દ્રારા ઉકેલાયેલ છે અને કુલ રૂ. ૨૪,૩૧,૨૦,૫૫૯/- (ચોવીસ કરોડ છત્રીસ લાખ વીસ હજાર પાંચસો ઓગણ સાઈઠ) નો મુદામાલ રીકવર કરી પ્રજાને સુપરત કરેલ છે.
જિલ્લા પોલીસ અધિક્ષક સુબોધ ઓડેદરાના સીધા માર્ગદર્શન હેઠળ નેત્રમ શાખા કાર્યરત છે અને નેત્રમ શાખાના પી.એસ.આઇ. એચ.પી.મકવાણા, ટેક્રીકલ ઓપરેટર પ્રતિકભાઇ કરંગીયા, પાર્થભાઇ ચૌહાણ, એ.એસ.આઇ. વર્ષાબેન વઘાસીયા, હે.કોન્સ. રામશીભાઇ ડોડીયા, અશોકભાઇ વઘેરા, વિક્રમભાઇ જીલડીયા, પો.કોન્સ. રાહુલગીરી મેઘનાથી, લાખાભાઇ ટિબા, અંજનાબેન ચવાણ, ખુશ્બુબેન બાબરીયા, રૂપલબેન છૈયા, જાનવીબેન પટોળીયા, શિલ્પાબેન કટારીયા, વિજયભાઇ છૈયા, સુખદેવભાઇ કામળીયા, નરેન્દ્રભાઇ દયાતર, દક્ષાબેન પરમાર, પ્રજ્ઞાબેન જોરા, મિતલબેન ડાંગર, એન્જીનીયર રીયાઝ અંસારી, મસઉદઅલીખાન પઠાણ, કિશનભાઇ સુખાનંદી, ધવલભાઇ રૈયાણી, જેમીનભાઇ ગામી એમ કુલ ૨૫ સ્ટાફ દ્રારા CCTV કેમેરાથી ૨ર્૪ં૭ મોનીટરીંગ કરી અને કામગીરી કરવામા આવે છે.
જૂનાગઢ નેત્રમ શાખાના સુપરવીઝન અધિકારી પી.એસ.આઇ. શ્રી એચ.પી.મકવાણા અને તેમની ટીમને અગાઉ માહે. જાન્યુ ૨૦૨૧માં, ઓગષ્ટ ૨૦૨૧, ડિસેમ્બર - ૨૦૨૧, એપ્રિલ ૨૦૨૨ (બનાવના ભેદ ઉકેલવાની કેટેગરી તેમજ ઇ-ચલણની એમ બંને કેટેગરીમાં), જૂન - ૨૦૨૨, સપ્ટેમ્બર -૨૦૨૨ (બનાવના ભેદ ઉકેલવાની કેટેગરી તેમજ ઇ-ચલણની એમ બંને કેટેગરીમાં), ડિસેમ્બર -૨૦૨૨, ફેબ્રુઆરી -૨૦૨૩, એપ્રિલ ૨૦૨૩ અને જુલાઇ ૨૦૨૩, સપ્ટેમ્બર -૨૦૨૩(બનાવના ભેદ ઉકેલવાની કેટેગરી તેમજ ઇ-ચલણની એમ બંને કેટેગરીમાં), ફેબ્રુઆરી ૨૦૨૪ (બનાવના ભેદ ઉકેલવાની કેટેગરીમાં), જુન ૨૦૨૪ (બંને ક્વાર્ટરમાં બનાવના ભેદ ઉકેલવાની કેટેગરીમાં), ઓક્ટોબર ૨૦૨૪ (બનાવના ભેદ ઉકેલવાની કેટેગરીમાં), માર્ચ ૨૦૨૫ (બંને ક્વાર્ટરમાં બનાવના ભેદ ઉકેલવાની કેટેગરીમાં), જુલાઇ-૨૦૨૫(બનાવનાં ભેદ ઉકેલવાની કેટેગરીમાં), નવેમ્બર-૨૦૨૫(બનાવનાં ભેદ ઉકેલવાની કેટેગરીમાં), ફેબ્રુઆરી-૨૦૨૬(બંને ક્વાર્ટરમાં બનાવના ભેદ ઉકેલવાની કેટેગરીમાં), જૂન-૨૦૨૬(બનાવના ભેદ ઉકેલવાની કેટેગરીમાં) પણ ડી.જી.પી. શ્રી દ્રારા એવોર્ડ એનાયત કરી સન્માનીત કરવામાં આવેલ હતા. આમ જૂનાગઢ નેત્રમ શાખાની સમગ્ર ટીમને ડી.જી.પી. શ્રી દ્રારા ફક્ત ૫ વર્ષના અંતરે ૨૫ વખત શ્રેષ્ઠ કામગીરી કરવા સારૂ એવોર્ડ આપી સન્માનીત કરવામાં આવેલ છે.
જૂનાગઢ જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરી ખાતે કાર્યરત નેત્રમ શાખા દ્રારા વર્ષ ૨૦૨૬ ના ક્વાર્ટર-૧ (તા.૦૧/૦૧/૨૦૨૬ થી ૩૧/૦૩/૨૦૨૬ સુધીના) સમયગાળા દરમ્યાન ઘ્.ઘ્.વ્.સ્. કેમેરાનો ઉપયોગ કરી બનાવનો ભેદ ઉકેલવામાં ડી.જી.પી. જી.એસ.મલીકના હસ્તે સમગ્ર ગુજરાત રાજ્યમાં એવોર્ડ મેળવેલ અને જૂનાગઢ પોલીસનું
ગૌરવ વધારતા નેત્રમ શાખાના પી.એસ.આઇ. એચ.પી.મકવાણા, અને તેમની સમગ્ર ટીમને જૂનાગઢ રેંજના ડી.આઈ.જી.પી. રાજેન્દ્રસિહ ચુડાસમાં સાહેબ, જૂનાગઢ જિલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરા તથા વિસાવદર ડીવીઝનના એ.એસ.પી. રોહીતકુમાર સાહેબ, જૂનાગઢ હેડ ક્વા. ડી.વાય.એસ.પી. એ.એસ.પટણી સાહેબ, જૂનાગઢ શહેર ડિવીઝનના ડી.વાય.એસ.પી. હિતેષ ધાંધલીયા સાહેબ, તથા માંગરોળ ડીવીઝનના ડી.વાય. એસ.પી. ડી.વી.કોડીયાતર, એસ.સી. એસ.ટી. સેલ તથા જુનાગઢ ગ્રામ્ય ડિવીઝનના ડી.વાય.એસ.પી. રવીરાજસિંહ પરમાર સાહેબ દ્રારા પણ અભિનંદન આપવામાં આવેલ છે.(તસ્વીરઃ મુકેશ વાઘેલા-જુનાગઢ)
(10:19 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
