<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 15th October 2026

કેમેરાનો ઉપયોગ કરી બનાવનો ભેદ ઉકેલવામાં જૂનાગઢ નેત્રમ શાખાને ૨૦મી વખત પ્રથમ નંબરનો એવોર્ડ : કુલ ૨૬માં એવોર્ડથી સન્‍માનીત કરતા પોલીસ વડાશ્રી મલીક

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ, તા. ૧પઃ ગુજરાત પોલીસમાં વિશ્વાસ પ્રોજેકટ અંતર્ગત ઇન્‍સ્‍ટોલ કરેલ કેમેરાનો ઉપયોગ કરી ઉત્‍કળષ્‍ઠ કામગીરી કરનાર જીલ્લાઓને દર ત્રણ માસે એવોર્ડ એનાયત કરવાનું નક્કી કરવામાં આવેલ છે. જેમાં રાજ્‍યના પોલીસ વડાની કચેરી દ્વારા ગુજરાત રાજ્‍યના દરેક જીલ્લામાંથી સારી કામગીરીની દરખાસ્‍ત મંગાવી, કમિટી દ્વારા વિજેતાઓના નામ નક્કી કરી એવોર્ડ એનાયત કરી, સન્‍માન પત્ર એનાયત કરવામાં આવે છે.

જૂનાગઢ રેન્‍જના ડી.આઈ.જી.પી.  રાજેન્‍દ્રસિંહ ચુડાસમા  તથા જૂનાગઢ જિલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરા  દ્વારા ગુજરાત સરકાર દ્વારા વિશ્વાસ પ્રોજેકટ અંતર્ગત ઇન્‍સ્‍ટોલ કરેલ સીસીટીવી કેમેરાનો મહત્તમ ઉપયોગ કરી શહેરમાં ટ્રાફીક નિયમન તથા બનતા કોઇ પણ ગુન્‍હાનો ભેદ ત્‍વરીત ઉકેલવા, કોઇ વ્‍યક્‍તિનો કિંમતી સામાન ગુમ થયેલ હોય, કયાંય ભુલી ગયેલ હોય તો ત્‍વરીત તે સામાન શોધી, પોલીસ પ્રજાનો મિત્ર છેૅ તે સુત્રને સાર્થક કરવા સૂચના આપેલ છે.

જે અંતર્ગત જૂનાગઢ હેડ ક્‍વા. ડી.વાય.એસ.પી. એ.એસ.પટણીના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. એચ.પી.મકવાણા અને ૨૪ પોલીસ સ્‍ટાફ તથા એન્‍જીનીયરઓ ૨૪.૭ ફરજ બજાવે છે.

રાજ્‍યના ડી.જી.પી. ની કચેરી ખાતે નિયુક્‍ત કરેલ કમીટી દ્રારા રાજ્‍યના તમામ જિલ્લા દ્વારા વર્ષ ૨૦૨૬ ના ક્‍વાર્ટર-૨                (તા.૦૧/૦૪/૨૦૨૬ થી ૩૦/૦૬/૨૦૨૬ સુધીના) સમયગાળા દરમ્‍યાન સીસીટીવી  કેમેરાનો ઉત્‍કળષ્ઠ ઉપયોગ કરી કેસ ઉકેલવામાં મળેલ સફળતાની કામગીરીનુ મુલ્‍યાંકન કરવામાં આવેલ હતુ. મુલ્‍યાંકન બાદ કમીટી દ્રારા ક્‍વાટર- ૨ (તા. ૦૧/૦૪/૨૦૨૬ થી ૩૦/૦૬/૨૦૨૬ સુધી) માં જૂનાગઢ જિલ્લાની નેત્રમ શાખાને બનાવના ભેદ ઉકેલવાની કેટેગરીમાં ગુજરાત રાજ્‍યમાં પ્રથમ નંબર આપવામાં આવેલ છે. આમ જૂનાગઢ જિલ્લાની નેત્રમ શાખાને બનાવના ભેદ ઉકેલવાની શોધ કેટેગરીમાં ૨૦મી વખત પ્રથમ નંબરનો એવોર્ડ એનાયત કરવામાં આવેલ હતો.

નેત્રમ શાખાના પી.એસ.આઇ. એચ.પી.મકવાણાની ટીમના પોલીસ હેડ કોન્‍સ.  વિક્રમભાઈ જીલડીયાને ગાંધીનગર ખાતે ડી.જી.પી.  જી.એસ.મલીક  દ્વારા નેત્રમ શાખાને ૨૬ મી વખત એવોર્ડ આપી સન્‍માનીત કર્યા હતા. વિશ્વાસ પ્રોજેકટ અંતર્ગત કુલ ૨૦ વખત કામગીરીનું મૂલ્‍યાંકન કરી એવોર્ડ આપવામાં આવેલ છે, જેમાં બનાવના ભેદ ઉકેલાવાની કેટેગરીમાં તમામ વખત એવોર્ડ એનાયત કરવામાં આવેલ છે, તેમજ ૩ વખત ઇ -ચલણની કામગીરીમાં નંબર મેળવેલ છે, અને ૨ વખત ઇ-કોપ એવોર્ડ મેળવેલ છે અને જૂનાગઢ પોલીસને ગર્વ અપાવેલ છે.

વર્ષ એપ્રીલ - ૨૦૨૧ થી જૂન - ૨૦૨૬ સુધી સીસીટીવી કેમેરાનો ઉપયોગ કરી જૂનાગઢ પોલીસ દ્વારા કુલ ૩૪૪૫ કેસના બનાવનો ભેદ ઉકેલવામાં સફળતા મળેલ છે  જે ૩૭૫૪ કેસો પૈકી ૩૬૩૩ કેસો જૂનાગઢ જિલ્લાના અને ૧૨૧ જેટલા કેસો રાજકોટ, ગીર સોમનાથ, પોરબંદર, દેવ ભુમી દ્વારકા, જામનગર, બોટાદ, સુરેન્‍દ્રનગર, અમરેલી, ભાવનગર અને સુરતમાં બનેલ બનાવનો ભેદ જૂનાગઢ નેત્રમ શાખા દ્વારા ઉકેલાયેલ છે અને કુલ રૂ. ૨૪,૮૨,૩૨,૧૭૭/- નો મુદામાલ રીકવર કરી પ્રજાને સુપરત કરેલ છે. 

નેત્રમ શાખાના પી.એસ.આઇ.  એચ.પી.મકવાણા, ટેકનીકલ ઓપરેટર પ્રતિકભાઇ કરંગીયા, પાર્થભાઇ ચૌહાણ, એ.એસ.આઇ. વર્ષાબેન વઘાસીયા, હે.કોન્‍સ. રામશીભાઇ ડોડીયા, અશોકભાઇ વઘેરા, વિક્રમભાઇ જીલડીયા, પો.કોન્‍સ. રાહુલગીરી મેઘનાથી, લાખાભાઇ ટિંબા, અંજનાબેન ચવાણ, ખુશ્‍બુબેન બાબરીયા, રૂપલબેન છૈયા, જાનવીબેન પટોળીયા, શિલ્‍પાબેન કટારીયા, સુખદેવભાઇ કામળીયા, નરેન્‍દ્રભાઇ દયાતર, દક્ષાબેન પરમાર, પ્રજ્ઞાબેન જોરા, મિતલબેન ડાંગર, એન્‍જીનીયર રીયાઝ અંસારી, મસઉદઅલીખાન પઠાણ, કિશનભાઇ સુખાનંદી, ધવલભાઇ રૈયાણી, રાજભાઈ મેહતા એમ કુલ ૨૪ સ્‍ટાફ કામગીરી કરવામા આવે છે.  

 જૂનાગઢ નેત્રમ શાખાના ટીમને જાન્‍યુ ૨૦૨૧ થી ઓક્‍ટોબર - ૨૦૨૬ સુધીમાં ફક્‍ત ૫ વર્ષના અંતરે ૨૬ વખત શ્રેષ્ઠ કામગીરી કરવા સારૂ એવોર્ડ આપી સન્‍માનીત કરવામાં આવેલ છે.

જૂનાગઢ જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરી ખાતે કાર્યરત નેત્રમ શાખા દ્વારા વર્ષ ૨૦૨૬ ના ક્‍વાર્ટર-૨ (તા.૦૧/૦૪/૨૦૨૬ થી ૩૦/૦૬/૨૦૨૬ સુધીના) સમયગાળા દરમ્‍યાન સીસીટીવી કેમેરાનો ઉપયોગ કરી બનાવનો ભેદ ઉકેલવામાં રાજ્‍યમાં પ્રથમ નંબરનો એવોર્ડ મેળવેલ અને જૂનાગઢ પોલીસનું ગૌરવ વધારતા નેત્રમ શાખાના પી.એસ.આઇ.  એચ.પી.મકવાણા, અને તેમની સમગ્ર ટીમને જૂનાગઢ રેંજના ડી.આઈ.જી.પી.  રાજેન્‍દ્રસિંહ ચુડાસમાં , જૂનાગઢ જિલ્લા પોલીસ વડા  સુબોધ ઓડેદરા  તથા વિસાવદર ડીવીઝનના એ.એસ.પી.  રોહીતકુમાર  જૂનાગઢ હેડ ક્‍વા. ડી.વાય.એસ.પી તથા કેશોદ ડિવીઝનના ઇન્‍ચા. ડી.વાય.એસ.પી.  એ.એસ.પટણી , જૂનાગઢ શહેર ડિવીઝનના ડી.વાય.એસ.પી તથા માંગરોળ ડીવીઝનના ઇન્‍ચા. ડી.વાય.એસ.પી.  હિતેષ ધાંધલ્‍યા , તથા એસ.સી.એસ.ટી. સેલના ડી.વાય.એસ.પી તથા જૂનાગઢ ગ્રામ્‍ય ડિવીઝનના ઇન્‍ચા. ડી.વાય.એસ.પી.  રવીરાજસિંહ પરમાર દ્વારા પણ અભિનંદન આપવામાં આવેલ છે.

(12:22 PM IST)