<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 10th July 2026

જૂનાગઢ મહાનગરપાલિકાની કડક કાર્યવાહીઃ આઝાદ ચોક રોડ ધોવાણ કેસમાં કોન્‍ટ્રાક્‍ટર અને PMCને કુલ ૨.૨૫ લાખનો દંડઃ સાઇટ એન્‍જીનિયરોને હટાવવાનો આદેશ

વરસાદમાં બાઇક સવાર સ્‍લીપ થતા અકસ્‍માત બાદ તંત્ર એક્‍શનમાં: પોટ-હોલ ફિલિંગની કામગીરી પૂર્ણ, પ્રોજેક્‍ટ ઇજનેરોને કારણદર્શક નોટિસઃ મેયરે ઇજાગ્રસ્‍તની તબિયત પૂછી

(વિનુ જોશી દ્વારા)જૂનાગઢ, તા.૧૦:  જૂનાગઢ શહેરના આઝાદ ચોક વિસ્‍તારમાં તા. ૦૨/૦૭/૨૦૨૬ના રોજ સવારે ચાલુ વરસાદ દરમિયાન રસ્‍તો ધોવાઈ જતા સર્જાયેલા અકસ્‍માતની ઘટનાને જૂનાગઢ મહાનગરપાલિકાએ ગંભીરતાથી લીધી છે. આ ઘટનામાં એક બાઇક સવાર ખાડામાં સ્‍લીપ થઈ જતા ઇજાગ્રસ્‍ત થયા હતા.

ઘટનાની તાત્‍કાલિક તપાસ બાદ માન. કમિશનરશ્રીના આદેશથી જવાબદાર એજન્‍સીઓ સામે કડક શિક્ષાત્‍મક પગલાં લેવામાં આવ્‍યા છે. મહાનગરપાલિકાએ કામમાં ગંભીર બેદરકારી દાખવવા બદલ મુખ્‍ય કોન્‍ટ્રાક્‍ટર એજન્‍સી ર્ંવિ.સી. પ્રોજેક્‍ટ ઇન્‍ફ્રા પ્રા. લી.  અમરેર્લીંને રૂ. ૧,૫૦,૦૦૦/- નો દંડ ફટકાર્યો છે. તેમજ પ્રોજેક્‍ટ મોનિટરિગ કન્‍સલ્‍ટન્‍ટ (PMC) એજન્‍સી ગ્રીન ડીઝાઇન એન્‍જીનિયરીંગ સર્વીસ પ્રા. લી.  સુરર્તંને સુપરવિઝનમાં ક્ષતિ બદલ રૂ. ૭૫,૦૦૦/- નો દંડ કર્યો છે. આમ કુલ રૂ. ૨,૨૫,૦૦૦/- નો દંડ વસૂલવાનો નિર્ણય લેવાયો છે.

આ ઉપરાંત બંને એજન્‍સીઓને નોટિસ પાઠવીને તેમના સંબંધિત સાઇટ એન્‍જીનિયરોને તાત્‍કાલિક અસરથી ફરજ પરથી દૂર કરવા આદેશ આપવામાં આવ્‍યો છે. ભ્‍પ્‍ઘ્‍ એજન્‍સીને ખુલાસો કરવા પણ જણાવવામાં આવ્‍યું છે.

મહાનગરપાલિકાએ વધુ એક કડક પગલું ભરીને વોટરવર્ક્‍સ શાખાના પ્રોજેક્‍ટ ઇજનેર અને કાર્યપાલક ઇજનેર (વોટરવર્ક્‍સ)ને પણ આ બેદરકારી બદલ કારણદર્શક નોટિસ પાઠવી છે. પાણીની પાઇપલાઇન કનેક્‍શનની કામગીરી ચાલી રહી હતી. આ વિસ્‍તારમાં નવાબી કાળની ગટર, પીજીવીસીએલ, બીએસએનએલ, જીઓ કેબલ્‍સ સહિતની અંડરગ્રાઉન્‍ડ યુટિલિટી હોવાને કારણે અંદાજે ૧૫ દિવસ પહેલા વેટમિક્‍સ મટીરીયલ ભરીને રસ્‍તો વાહન વ્‍યવહાર માટે ચાલુ કરવામાં આવ્‍યો હતો.

પરંતુ તા. ૦૧/૦૭/૨૦૨૬ની રાત્રિ દરમિયાન અતિશય વરસાદ અને ઢાળવાળા વિસ્‍તારમાં પાણીના ભારે પ્રવાહને કારણે વેટમિક્‍સનું ધોવાણ થયું અને ખાડો સર્જાયો. તેમાં પાણી ભરાવાને કારણે આ અકસ્‍માત થયો હતો.

અકસ્‍માત બાદ તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે પોટ-હોલ ફિલિગની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે. બનાવના સ્‍થળે તાત્‍કાલિક વેટમિક્‍સ મટીરીયલ ભરી પ્રોપર કમ્‍પેકશન કરવામાં આવ્‍યું છે. હાલ મહાનગરપાલિકા અને ભ્‍પ્‍ઘ્‍ના ટેકનિકલ ઇજનેરો દ્વારા વધુ વિગતવાર તપાસ ચાલુ હોવાથી સુરક્ષાના ભાગરૂપે સ્‍થળ પર બેરિકેટિગ કરીને વાહન વ્‍યવહાર હંગામી ધોરણે બંધ રાખવામાં આવ્‍યો છે.

અકસ્‍માતમાં ઇજાગ્રસ્‍ત થયેલા નાગરિક હાલ જૂનાગઢ સિવિલ હોસ્‍પિટલમાં સારવાર હેઠળ છે અને તેમની તબિયત સુધારા પર છે. મેયર ધર્મેશ ડી. પોંશીયા અને ડે. મેયર આકાશભાઈ કટારાએ હોસ્‍પિટલની રૂબરૂ મુલાકાત લઈ ઇજાગ્રસ્‍તની ખબર-અંતર પૂછી યોગ્‍ય સારવારની ખાતરી આપી હતી.

જૂનાગઢ મહાનગરપાલિકાએ સ્‍પષ્ટ કર્યું છે કે ચોમાસા દરમિયાન વિકાસ કામોમાં કોઈપણ પ્રકારની બેદરકારી ચલાવી લેવામાં આવશે નહીં અને નાગરિકોની સુરક્ષા-સુવિધા માટે તંત્ર કટિબદ્ધ છે.તેમ પબ્‍લિક રીલેશન ઓફિસર મહાનગર પાલિકા, જૂનાગઢની યાદીમાં જણાવાયું છે.

(10:46 AM IST)