તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 28th May 2026
જૂનાગઢ મહાનગરપાલિકા કમિશનર પ્રભવ જોષી દ્વારા શહેરમાં ચાલતા વિવિધ વિકાસલક્ષી કાર્યોની ગ્રાઉન્ડ ઝીરો પર સમીક્ષા : શહેરમાં ચાલતા લોકાભિમુખ કાર્યોની સાઇટ વિઝિટ : અધિકારીઓને આપ્યા કડક દિશાનિર્દેશો
વીજળીની આધુનિક વ્યવસ્થા માટે દીપક પેટ્રોલ પંપથી શરૂ કરીને જી.આઈ.ડી.સી.વિસ્તાર સુધી ચાલી રહેલી 66 KV GETCOની અંડરગ્રાઉન્ડ લાઇન નાખવાની કામગીરીનું સ્થળ પર નિરીક્ષણ કરીને સ્થાનિકોને અગવડ ન પડે તે રીતે કામગીરી ઝડપથી પૂર્ણ કરવા સુચના આપી

(વિનુ જોશી દ્વારા)જુનાગઢ જૂનાગઢ શહેરના આંતરમાળખાકીય વિકાસ અને નાગરિક સુવિધાઓને વધુ સુદ્રઢ બનાવવાના આશય સાથે આજે જૂનાગઢ મહાનગરપાલિકાના કમિશનર પ્રભવ જોષી દ્વારા વિવિધ સાઇટ્સની પ્રત્યક્ષ મુલાકાત લઈ કામગીરીનું ઝીણવટભર્યું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. કમિશનરશ્રીએ સૌપ્રથમ દોલતપરા ફાયર સ્ટેશનની મુલાકાત લઈને ચોમાસાની પૂર્વતૈયારીઓ તેમજ ઇમરજન્સી સેવાઓની સજ્જતાની સમીક્ષા કરી હતી.ત્યારબાદ, શહેરમાં વીજળીની આધુનિક વ્યવસ્થા માટે દીપક પેટ્રોલ પંપથી શરૂ કરીને જી.આઈ.ડી.સી.વિસ્તાર સુધી ચાલી રહેલી 66 KV GETCOની અંડરગ્રાઉન્ડ લાઇન નાખવાની કામગીરીનું સ્થળ પર નિરીક્ષણ કરી,સ્થાનિકોને અગવડ ન પડે તે રીતે કામગીરી ઝડપથી પૂર્ણ કરવા સુચના આપી હતી.આ સાથે જ વાહનવ્યવહાર માટે મહત્વના એવા ધોરાજી ફાટક ૭૭-B ના પ્રોજેક્ટની વિઝિટ કરીને ચાલી રહેલા કામની પ્રગતિની સમીક્ષા તેમજ મટીરીયલની ચકાસણી કરવામાં આવી હતી. અંતે આગામી ચોમાસા દરમિયાન નાગરિકોને મુશ્કેલી ન પડે તે માટે પ્રિ-મોન્સૂન કામગીરીના ભાગરૂપે,ડી-માર્ટ પાસે બાયપાસ રોડ પર ભરાતા વરસાદી પાણીના કાયમી નિકાલ માટે મહાનગરપાલિકા દ્વારા હાથ ધરાયેલા સ્ટોર્મ વોટર ડ્રેનેજના કામની સાઇટ વિઝિટ કરી સંબંધિત અધિકારીઓને ગુણવત્તાયુક્ત અને સમયસર કામ પૂર્ણ કરવા કડક દિશાનિર્દેશો આપ્યા હતા.
"શહેરમાં ચાલી રહેલા તમામ લોકાભિમુખ કાર્યો નિયત સમયમર્યાદામાં અને ગુણવત્તાના ઉચ્ચ ધોરણો સાથે પૂર્ણ થાય તે અમારી પ્રાથમિકતા છે. ચોમાસા પહેલાં પ્રિ-મોન્સૂન કામગીરી અને ડ્રેનેજના કામો પૂર્ણ કરી નાગરિકોને મુશ્કેલીમુક્ત વાતાવરણ આપવા તંત્ર કટિબદ્ધ છે."તેમ કમિશનરશ્રીએ જણાવ્યું હતું.
આ મુલાકાત દરમિયાન મહાનગરપાલિકાના કાર્યપાલક ઈજનેર દુષ્યંત પાનસુરીયા,ફાયર ઓફિસર વિશાલ ટીંબડીયા,નાયબ કાર્યપાલક ઈજનેર કિશનભાઈ વગેરે અધિકારીશ્રીઓ/ કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.તેમ
પબ્લિક રિલેશન ઓફિસર મહાનગર પાલિકા,જુનાગઢની યાદીમાં જણાવાયું છે.(તસ્વીર:મુકેશ વાધેલા-જુનાગઢ)
(8:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
