<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 28th May 2026

જૂનાગઢ મહાનગરપાલિકાના કમિશનર પ્રભવ જોશીએ વસ્‍તી ગણતરી - ૨૦૨૭ અંતર્ગત ડિજિટલી સ્‍વ-ગણતરી પ્રક્રિયા પૂર્ણ કરી

દેશના ભવિષ્‍યના આયોજન માટે વસ્‍તી ગણતરીનો ડેટા આધારરૂપ છેઃ કમિશનર પ્રભવ જોશીનો શહેરીજનોને ડિજિટલી સ્‍વ-વસ્‍તી ગણતરી કરવા અનુરોધ

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ તા. ૨૮: જૂનાગઢ મહાનગરપાલિકાના કમિશનર શ્રી પ્રભવ જોશીએ આજે વસ્‍તી ગણતરી - ૨૦૨૭અંતર્ગત ડિજિટલી સ્‍વ- ગણતરી પ્રક્રિયા પૂર્ણ કરી હતી. તેમણે વસ્‍તી ગણતરીને દેશ માટે ખૂબ અગત્‍યની પ્રક્રિયા ગણાવતા કહ્યું હતું કે, દેશના ભવિષ્‍યના આયોજન માટે વસ્‍તી ગણતરીનો ડેટા આધારરૂપ છે. આ જનગણનાની માહિતીના આધારે લોકોને સુવિધાઓ ઉપલબ્‍ધ કરાવવા માટે નીતિ ઘડતર પણ થતું હોય છે. તેમણે ખાસ જૂનાગઢવાસીઓને દેશ પ્રત્‍યેનું એક કર્તવ્‍ય માનીને se.census.gov.iઁ પોર્ટલ પર સેલ્‍ફ એન્‍યુમરેશન એટલે કે સ્‍વ-ગણતરી કરવા માટે અનુરોધ કર્યો હતો. (તસ્‍વીરઃ મુકેશ વાઘેલા. જૂનાગઢ) 

(1:22 PM IST)