<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 6th July 2026

જુનાગઢ-ગીર સોમનાથ જીલ્લાને મેઘરાજાએ પ્રથમ રાઉન્‍ડમાં ધરવી દીધા

સૌથી વધુ માંગરોળમાં ૪૧ ઇંચ ખાબક્‍યો : સૌથી ઓછો કચ્‍છના ભૂજમાં માત્ર ૧ મીમી વરસાદ વરસ્‍યો

રાજકોટ, તા. ૬ : રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં મેઘરાજા મોડા મોડા મહેરબાન થયા છે પરંતુ હજુ સાર્વત્રિક હેત નથી વરસાવ્‍યુ માત્ર જુનાગઢ અને ગીર સોમનાથ જીલ્લામાં પ્રથમ રાઉન્‍ડમાં ધરવી દીધા હોય તેટલો વરસાદ વરસ્‍યો છે.

જયારે અન્‍ય જીલ્લાઓમાં હજુ મેઘમહેરની સૌ કોઇ રાહ જોઇ રહ્યા છે.

જીલ્લાવાઇઝ જોઇએ તો જુનાગઢ જીલ્લામાં સૌથી વધુ માંગરોળમાં ૪૧ ઇંચ જયારે સૌથી ઓછો વિસાવદરમાં ૯ ઇંચ વરસાદ પડયો છે.

ગીર સોમનાથ જીલ્લાના પાટણ વેરાવળમાં સૌથી વધુ ર૩ ઇંચ, ગીર ગઢડામાં સાડા ૮ ઇંચ વરસાદ વરસ્‍યો છે.

અમરેલી જીલ્લાનાં રાજુલામાં ર૦ ઇંચ જયારે બાબરામાં માત્ર ર ઇંચ વરસાદ વરસ્‍યો છે.

ભાવનગર જીલ્લાનાં મહુવામાં સૌથી વધુ ૧૧ ઇંચ તથા સૌથી ઓછો ર ઇંચ વરસાદ શિહોરમાં વરસ્‍યો છે.

રાજકોટ જીલ્લાના ધોરાજીમાં સૌથી વધુ ૧૧ ઇંચ તથા સૌથી ઓછો જસદણમાં માત્ર અડધો ઇંચ વરસાદ પડયો છે.

પોરબંદર જીલ્લાના કુતિયાણામાં ૮ ઇંચ તથા પોરબંદરમાં દોઢ ઇંચ વરસાદ વરસ્‍યો છે.

જામનગરના જામજોધપુરમાં સાડા ૭ ઇંચ વરસાદ પડયો છે. જયારે લાલપુરમાં પોણો  ઇંચ વરસાદ પડયો છે.

બોટાદ

જીલ્લાના બરવાળામાં સાડા ૭ ઇંચ વરસાદ પડયો છે. જયારે ગઢડામાં માત્ર ૩ ઇંચ વરસાદ પડયો છે.

સુરેન્‍દ્રનગર જીલ્લાના લીંબડી અને સાયલામાં સાડા ૬ ઇંચ અને સૌથી ઓછો ધ્રાંગધ્રામાં ર ઇંચ વરસાદ પડયો છે.

મોરબી જીલ્લાના હળવદ અને મોરબીમાં પોણા ર ઇંચ તથા સૌથી ઓછો માળીયા મિયાણા અડધો ઇંચ વરસાદ પડયો છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળીયામાં અડધો ઇંચ અને ભાણવડમાં માત્ર ૪ મીમી વરસાદ પડયો છે.

કચ્‍છના રાપરમાં અડધો ઇંચ તથા ભૂજમાં ૧ મીમી વરસાદ પડયો છે.

ચોમાસાના પ્રારંભથી પ્રથમ રાઉન્‍ડમાં વરસેલ વરસાદના આંકડા મીમી માં નીચે મુજબ છે. રપ મીમી એટલે ૧ ઇંચ વરસાદ થાય છે.

જુનાગઢ

માણાવદર   ૩૪ર મી.મી.

વંથલી               ર૪ર મી.મી.

જુનાગઢ     ૧૭૧ મી.મી.

ભેંસાણ      ૧૭૬ મી.મી.

વિસાવદર   રર૩ મી.મી.

મેંદરડા              ૪૬૭ મી.મી.

કેશોદ               ૭૪૬ મી.મી.

માંગરોળ    ૧૦ર૧ મી.મી.

માળીયા હાટીના     ૭૮૭ મી.મી.

ગીર સોમનાથ

ગીર ગઢડા  ર૧૧ મી.મી.

તાલાલા     ર૪૩ મી.મી.

પાટણ-વેરાવળ      પ૭૪ મી.મી.

સુત્રાપાડા    ૬૧૮ મી.મી.

કોડીનાર     ૩૩૪ મી.મી.

ઉના         ૩૭૯ મી.મી.

અમરેલી

કુંકાવાવ-વડીયા     ૧૪પ  મી.મી.

બાબરા              પ૧ મી.મી.

લાઠી                ૭૮ મી.મી.

લીલીયા     ર૧ર મી.મી.

અમરેલી     ૧૪૯ મી.મી.

બગસરા     ર૧૮ મી.મી.

ધારી                ર૮૬ મી.મી.

સાવરકુંડલા ૩૧૩ મી.મી.

ખાંભા                ૩૯૪ મી.મી.

જાફરાબાદ  રપ૮ મી.મી.

રાજુલા              પ૦૯ મી.મી.

ભાવનગર

વલ્લભીપુર  ૮૧ મી.મી.

ઉમરાળા     ૧૧પ મી.મી.

ભાવનગર   ૧૦૧ મી.મી.

ઘોઘા                ૮૩ મી.મી.

શિહોર               પર મી.મી.

ગારીયાધાર  ૧૪૧ મી.મી.

પાલીતાણા   ૧૧૦ મી.મી.

તળાજા              પ૪ મી.મી.

મહુવા               ર૭૮ મી.મી.

જેશર                ૧૬ર મી.મી.

રાજકોટ

પડધરી              ૩પ મી.મી.

રાજકોટ     ૧૧૪ મી.મી.

લોધીકા      ૧૬પ મી.મી.

કોટડાસાંગાણી       ૧ર૭ મી.મી.

જસદણ      ૧૩ મી.મી.

ગોંડલ               ર૦પ મી.મી.

જામકંડોરણા ૧૧૮ મી.મી.

ઉપલેટા     ૧૭પ મી.મી.

ધોરાજી              ર૭૦ મી.મી.

જેતપુર              ૧પ૮ મી.મી.

વિંછીયા      ૩૩ મી.મી.

પોરબંદર

પોરબંદર    ૩૪ મી.મી.

રાણાવાવ    ૪૮ મી.મી.

કુતિયાણા    ૧૯૯ મી.મી.

જામનગર

જામનગર   ર૩ મી.મી.

જોડિયા              ર૧ મી.મી.

ધ્રોલ        રપ મી.મી.

કાલાવડ     પર મી.મી.

લાલપુર     ૧૯ મી.મી.

જામજોધપુર ૧૯૦ મી.મી.

બોટાદ

બોટાદ              ૯પ મી.મી.

ગઢડા               ૭૬ મી.મી.

રાણપુર     ૧૧ર મી.મી.

બરવાળા    ૧૮૩ મી.મી.

સુરેન્‍દ્રનગર

ધ્રાંગધ્રા              ૪૭ મી.મી.

દસાડા               ૮૭ મી.મી.

લખતર              ૧૨૮ મી.મી.

વઢવાણ     ૭૬ મી.મી.

મુળી        ૭૩ મી.મી.

ચોટીલા     ૧૧૨ મી.મી.

સાયલા              ૧૬૩ મી.મી.

ચુડા         ૧૫૪ મી.મી.

લીંબડી              ૧૬૫ મી.મી.

થાનગઢ     ૬૨ મી.મી.

મોરબી

માળીયામિંયાણા      ૧૪ મી.મી.

મોરબી              ૪૨ મી.મી.

ટંકારા               ૨૭ મી.મી.

વાંકાનેર     ૩૪ મી.મી.

હળવદ              ૪૬ મી.મી.

દેવભુમી દ્વારકા

ખંભાળીયા   ૧૩ મી.મી.

ભાણવડ     ૪ મી.મી.

કચ્‍છ

અંજાર               ૪ મી.મી.

ગાંધીધામ   ૪ મી.મી.

ભુજ         ૧ મી.મી.

રાપર           ૧૨ મી.મી.

(3:18 PM IST)