<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 17th November 2026

જુનાગઢઃ સંતનો શિક્ષણ અને નિષ્‍ઠાવાન શિક્ષક પ્રત્‍યેનો અનેરો પ્રેમઃ ડો.મયુર દવેનો નિવળત્તિ વિદાય સમારંભ બન્‍યો યાદગાર

પંચમુખી હનુમાનજી મહારાજના સાંનિધ્‍યે સમારંભમાં પૂજ્‍ય રતિદાદા ઉપસ્‍થિતઃ શિક્ષકને એક શૈક્ષણિક સંસ્‍થા સંભાળવાની જવાબદારી સોંપીને કર્યુ સૌથી મોટું સન્‍માનઃ પૂ.રામબાલકદાસ બાપુ અને પૂ.કરુણાનિધાનદાસ બાપુની પણ ઉપસ્‍થિતિ

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ, તા.૧૭: શ્રીમતી આર.બી.એમ. હાઈસ્‍કૂલ સરસિયાના પૂર્વ પ્રિન્‍સિપાલ તેમજ હાલ નિવળત્તિની શાળા શ્રી એન. જે. એલ. એસ. વિદ્યાલય ગોવિંદપુરના નિવળત્ત પ્રિન્‍સિપાલ ડો. મયુર દવેનો નિવળત્તિ વિદાય સમારંભ પંચમુખી હનુમાનજી મહારાજના સાંનિધ્‍યે યોજાઈ ગયો. આ કાર્યક્રમમાં અનેક રાજકીય, સામાજિક અગ્રણીઓ, મહાનુભાવો અને સંતો હાજર રહ્યા હતા. પૂજ્‍ય રામબાલકદાસ બાપુ, પૂજ્‍ય કરુણાનિધાનદાસ બાપુ તેમજ અન્‍ય સંતોના પાવન સાંનિધ્‍યે નિવળત્તિ વિદાય સમારંભ યોજાયો હતો.

ચલાલા અને પુરા પંથકમાં હર એક પ્રસંગે સેવાની જ્‍યોત જેમના કરકમળો દ્વારા પ્રજ્‍વલિત રાખી છે, તેવા સાચા કરુણામય સંત ડો. રતિદાદા, જેમની ગુજરાતમાં સેવાની અમી જ્‍યોત વહેતી રહી છે, તેઓ આ સન્‍માન સમારંભ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. તેમણે ભવ્‍યથી દિવ્‍ય સન્‍માન પણ કર્યું અને એક શિક્ષકની કાર્યશૈલીને વધાવી હતી. પૂરો સમય હાજર રહી પ્રસાદ પણ શિક્ષક સાથે લીધો હતો અને પૂજ્‍ય રતિદાદાનું પ્રવચન પણ ખૂબ સુંદર રહ્યું હતું. શિક્ષક અને શિક્ષણ માટે પ્રેરણાદાયી પ્રવચન રહ્યું હતું અને આમ જનતા માટે પણ સુંદર મજાનું પ્રવચન આપીને દાદાએ આ પ્રસંગમાં હાજર રહી પ્રસંગને રૂડો બનાવ્‍યો હતો.

દાદાએ શિક્ષકનું સન્‍માન એ રીતે પણ કર્યું કે અમારી એક સંસ્‍થા મયુરભાઈ સંભાળે, આનાથી મોટું વિશેષ સન્‍માન બીજું શું હોઈ શકે. ભારત ભૂષણ મહેશભાઈ અને શીતલબહેન, પૂજ્‍ય મંજુબા તેમજ પૂરા પરિવારની હાજરીએ શિક્ષકના હૃદયને ખૂબ જ ફુલ્લિત કર્યું હતું. દાદા સતત કાર્યક્રમમાં વ્‍યસ્‍ત હોય છે. એક મિનિટની સેકન્‍ડની જ્‍યાં કિંમત છે, ત્‍યાં પૂજ્‍ય સંત ડો. રતિદાદાએ પૂરો સમય હાજર રહીને શિક્ષકની સેવાનું ખૂબ મોટું સન્‍માન કર્યું હતું.

દાદાના અને ભારતભૂષણ મહેશભાઈના સાંનિધ્‍યે તેઓની અનેક શૈક્ષણિક અને સામાજિક સંસ્‍થાઓ ચાલે છે. દાદાએ તેમના પ્રવચનમાં જ કહ્યું કે હું મયુરભાઈને નિવળત્ત કરવા નહીં પણ વધુ પ્રવળત્ત રહેવા કહેવા આવ્‍યો છું. અને અમારી એક શૈક્ષણિક સંસ્‍થા સંભાળે, શિક્ષકને એક શૈક્ષણિક સંસ્‍થાની જવાબદારી પણ સ્‍વીકારવા કહ્યું, એ શિક્ષકનું સૌથી મોટું સન્‍માન છે. આ પ્રસંગે ઉપસ્‍થિત સૌ કોઈએ ડો. મયુર દવેના શિક્ષણ ક્ષેત્રે આપેલા યોગદાનને બિરદાવ્‍યું હતું અને તેમના નિવળત્તિ બાદના જીવન માટે શુભકામનાઓ પાઠવી હતી.(

(1:21 PM IST)