News of Sunday, 26th April 2026
જૂનાગઢ જિલ્લા-તાલુકા પંચાયત ચૂંટણી: સવારે 9 વાગ્યા સુધીમાં 10.12% મતદાન, પુરુષ મતદારોની સરસાઈ
9 તાલુકામાં કુલ 7.71 લાખ મતદારોમાંથી 78,064 મતદારોએ કર્યું મતદાન, ભેંસાણ તાલુકામાં સૌથી વધુ 12.38% અને માંગરોળમાં સૌથી ઓછું 7.79% મતદાન; કેશોદ નગરપાલિકામાં 11.21% મતદાન નોંધાયું

(વિનુ જોશી દ્વારા)જૂનાગઢ તા.૨૬ : જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણી-2026 અંતર્ગત રવિવારે સવારે 7 થી 9 વાગ્યા સુધીમાં શાંતિપૂર્ણ માહોલમાં 10.12 ટકા મતદાન નોંધાયું છે.
જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ જૂનાગઢ જિલ્લાના 9 તાલુકામાં કુલ 7,71,030 મતદારો નોંધાયેલા છે. જેમાંથી સવારે 9 વાગ્યા સુધીમાં 78,064 મતદારોએ મતાધિકારનો ઉપયોગ કર્યો છે. પુરુષ મતદારોમાં 13.80% જ્યારે મહિલા મતદારોમાં 6.07% મતદાન નોંધાયું છે.
*તાલુકાવાર મતદાનની સ્થિતિ - સવારે 9:00 વાગ્યા સુધી:*
- *ભેંસાણ*: 12.38% સાથે જિલ્લામાં સૌથી વધુ મતદાન. કુલ 62,968 મતદારોમાંથી 7,797 મતદારોએ મત આપ્યો.
- *વિસાવદર*: 11.94% મતદાન. 90,088 મતદારોમાંથી 10,759 મતદાન થયું.
- *જૂનાગઢ*: 11.21% મતદાન. 91,756 મતદારોમાંથી 10,288 મતદારોએ મત આપ્યો.
- *વંથલી*: 10.21% મતદાન નોંધાયું.
- *મેંદરડા*: 9.85% મતદાન થયું.
- *માળિયા હાટીના*: 9.94% મતદાન.
- *કેશોદ*: 9.18% મતદાન.
- *માણાવદર*: 9.90% મતદાન.
- *માંગરોળ*: 7.79% સાથે સૌથી ઓછું મતદાન. 1,14,431 મતદારોમાંથી 8,917 મતદાન થયું.
આ ઉપરાંત કેશોદ નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં પણ સવારે 9 વાગ્યા સુધીમાં 11.21% મતદાન નોંધાયું છે. કેશોદમાં કુલ 91,756 મતદારોમાંથી 10,288 મતદારોએ મતદાન કર્યું છે.
સવારના પ્રારંભિક કલાકોમાં પુરુષ મતદારોની સંખ્યા મહિલા મતદારો કરતા બમણી રહી છે. જિલ્લાના 4,04,510 પુરુષ મતદારોમાંથી 55,824 અને 3,66,520 મહિલા મતદારોમાંથી 22,240 મહિલાઓએ મતદાન કર્યું છે.
ચૂંટણી તંત્રના જણાવ્યા મુજબ સવારે 9 વાગ્યા બાદ મતદાનની ગતિ વધવાની શક્યતા છે. મતદાન સાંજે 6:00 વાગ્યા સુધી ચાલુ રહેશે.
(10:08 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
