<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 2nd June 2026

જૂનાગઢમાં જિલ્લા પંચાયત પ્રમુખના પતિનો ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ચર્ચાનો માહોલ

પ્રમુખ લીના કાવાણીની સીટ પર તેમના પતિ વિપુલ કાવાણી બેઠેલા જોવા મળ્યા તેમજ કેટલાક અરજદારો તેમની પાસે રજૂઆત કરતા નજરે પડ્યા

જૂનાગઢમાં જિલ્લા પંચાયત પ્રમુખના પતિનો ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ચર્ચાનો માહોલ સર્જાયો છે. મળતી માહિતી મુજબ જિલ્લા પંચાયત પ્રમુખ લીના કાવાણીની સીટ પર તેમના પતિ વિપુલ કાવાણી બેઠેલા જોવા મળ્યા હતા, તેમજ કેટલાક અરજદારો તેમની પાસે રજૂઆત કરતા નજરે પડ્યા હતા. 

 આ ઘટનાના ફોટા વાયરલ થતા આક્ષેપો ઉઠ્યા છે કે જિલ્લા પ્રમુખની જગ્યાએ તેમના પતિ વિપુલ કાવાણી વહીવટ સંભાળી રહ્યા છે. આ મામલે મહિલા હોદ્દેદારોના નજીકના સંબંધીઓ વહીવટમાં દખલગીરી કરતા હોવાના આરોપો પણ ચર્ચામાં આવ્યા છે.

(7:12 PM IST)