તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 21st October 2026
જુનાગઢ જીલ્લા કોંગ્રેસ દ્વારા નાગરીકોના મતાધિકારની રક્ષા માટે પૂતળાદહન
જનતાના હિતના પ્રશ્નો માટે લોકશાહી માર્ગે સંઘર્ષ ચાલુ રખાશેઃ પ્રમુખ અમિત પટેલ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ર૧: જુનાગઢ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે વિજયાદશમી એટલે કે દશેરાના પાવન પર્વ નિમિત્તે જ્ઞાનેશકુમાર, વડાપ્રધાન, કેન્દ્રીય ગૃહમંત્રી, તેમજ ભારતીય જનતા પાર્ટીનાં પૂતળાનું દહન કરીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ પ્રદર્શનના માધ્યમથી કોંગ્રેસ દ્વારા લોકશાહી, બંધારણીય મૂલ્યો અને નાગરિકોના મતાધિકારની રક્ષા માટે પોતાનો અવાજ બુલંદ કરવામાં આવ્યો હતો.
જુનાગઢ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત પટેલે જણાવ્યું હતું કે, ‘‘દશેરાનો પાવન પર્વ આપણને સત્ય, ન્યાય અને ધર્મના માર્ગે ચાલવાની પ્રેરણા આપે છે. સત્તાનો ઉપયોગ લોકશાહિ માટે થવો જોઇએ અને લોકશાહીની પવિત્રતા જાળવવી એ સૌની જવાબદારી છે. જનતાના મતાધિકાર અને લોકશાહી મૂલ્યોની રક્ષા માટે કોંગ્રેસ પક્ષ સતત સંઘર્ષ કરતો રહેશે. અસત્ય અને અન્યાય સામેનો અમારો આ અવાજ જનતાના અધિકારો માટેની લડાઇનો એક ભાગ છે. અમને પૂરો વિશ્વાસ છે કે અંતે અસત્ય પર સત્યનો જ વિજય થશે.'' મતદાર યાદી એ લોકશાહીની મૂળભૂત વ્યવસ્થાનો આધાર છે. કોઇપણ પાત્ર નાગરિક મતદાનના અધિકારથી વંચિત ન રહે અને મતદાર યાદીની પ્રક્રિયામાં સંપૂર્ણ પારદર્શિતા તથા વિશ્વસનીયતા જળવાય તે લોકશાહી માટે અત્યંત જરૂરી છે. દશેરાના દિવસે યોજાયેલા આ કાર્યક્રમ દ્વારા જૂનાગઢ શહેર કોંગ્રેસ સમિતિએ ‘મત બચાવો-લોકશાહી બચાવો'નો સંદેશ આપ્યો હતો અને મતદારના અધિકારો તથા ચૂંટણી પ્રક્રિયાની પારદર્શિતા માટે સંઘર્ષ ચાલુ રાખવાનો સંકલ્પ વ્યકત કર્યો હતો. તેમ જુનાગઢ શહેર કોંગ્રેસ પ્રમુખ મનોજ જોષીની યાદીમાં જણાવ્યું છે. (તસ્વીરઃ મુકેશ વાઘેલા-જુનાગઢ)
(12:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
