<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 29th April 2026

જૂનાગઢના કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાનો આજે જન્મદિવસ

(વિનુ જોશી દ્વારા) :  જૂનાગઢ જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાનો આજે તા. 29 એપ્રિલે જન્મદિવસ છે. તા. 29-04-1989ના રોજ બનાસકાંઠાના પાલનપુર ખાતે જન્મેલા અનિલકુમાર રાણાવસિયા 2014ની બેચના IAS અધિકારી છે અને એન્જિનિયરિંગમાં http://B.Tech સુધીનો અભ્યાસ કરેલો છે.

 જૂનાગઢ જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાએ

 જામનગર ખાતે ટ્રેનિંગ, ખેડા ખાતે આસિસ્ટન્ટ કલેક્ટર, ગાંધીનગરમાં ચૂંટણી શાખામાં સેક્રેટરી, ફૂડ એન્ડ સિવિલ સપ્લાય વિભાગમાં સેક્રેટરી તેમજ રાજકોટ જિલ્લા પંચાયતમાં વિકાસ અધિકારી તરીકે યશસ્વી કામગીરી બજાવી છે.

 ચાલુ વર્ષે ગિરનાર મહાશિવરાત્રી મેળાનું જૂનાગઢ જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવસિયા દ્વારા કરાયેલ આયોજન અત્યંત પ્રશંસનીય રહ્યું હતું.

જૂનાગઢ જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાને જન્મદિને ઠેર ઠેરથી અભિનંદન અને શુભેચ્છાઓનો વરસાદ થઈ રહ્યો છે.( મો. 9978406211) 

(9:46 AM IST)