<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 30th May 2026

છેતરપિંડીના ગુન્‍હામા અઢી વર્ષથી ફરાર મહિલા આરોપીને જૂનાગઢ સી ડિવિઝન પોલીસે બહુચરાજીથી ઝડપી

વિશ્‍વાસઘાત અને ગુનાહિત કાવતરાના ગુનામાં ૧૧.૩૦ લાખ રોકડા અને ૬૦ હજારના દાગીના લઈ ફરાર થયેલ આશાબેન ગુપ્તાની ધરપકડ

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ, તા.૩૦: વિશ્વાસઘાત તથા છેતરપિંડી તથા ગુનાહિત કાવતરાના ગુન્‍હામાં છેલ્લા અઢી વર્ષથી નાસતી ફરતી મહિલા આરોપીને જૂનાગઢ ૅસીૅ ડિવિઝન પોલીસે બહુચરાજી ખાતેથી પકડી પાડી છે. તા. ૨૦/૧૨/૨૦૨૩ના રોજ સી ડિવિઝન પોલીસ સ્‍ટેશનમાં ગુ.ર.નં.-૧૧૨૦૩૦૦૦૪૨૩૦૫૪પ/૨૦૨૩ આઈ.પી.સી. કલમ- ૪૦૬, ૪૨૦, ૧૧૪, ૧૨૦(બી) મુજબ ગુનો દાખલ થયો હતો. આરોપીઓએ પૂર્વઆયોજિત ગુનાહિત કાવતરું રચી ફરિયાદીને રૂ.૩૦૦ના સ્‍ટેમ્‍પ પેપર ઉપર પુનઃ લગ્ન કરાર કરાવી તેના બદલામાં ફરિયાદી પાસેથી રૂ.૧,૩૦,૦૦૦ રોકડા લઈ ગયા હતા. તેમજ ફરિયાદીના ઘરમાં કબાટની તિજોરીમાં રાખેલ અઢી તોલાનો સોનાનો પેન્‍ડલ સેટ આશરે રૂ.૬૦,૦૦૦ની કિંમતનો ફરિયાદીની જાણ બહાર લઈ જઈ ફરિયાદીના ઘરે પરત નહીં આવી છેતરપિંડી વિશ્વાસઘાત કરેલ હતો.

     આરોપી આશા રવીભાઈ ગુપ્તા છેલ્લા અઢી વર્ષથી ગુન્‍હાના કામે નાસતી ફરતી હતી. જૂનાગઢ રેન્‍જના નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજેન્‍દ્રસિંહ ચુડાસમા તથા જૂનાગઢ જીલ્લા પોલીસ અધિક્ષક સુબોધ ઓડેદરા અને નાયબ પોલીસ અધિક્ષક હિતેષ ધાંધલ્‍યાના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્‍સ્‍પેક્‍ટરની સૂચનાથી પો.હેડ.કોન્‍સ ડી.એલ. બકોત્રા તથા પો.કોન્‍સ સંજયસિંહ કરશનભાઈ ચૌહાણને સંયુક્‍ત ટેકનીકલ તથા હ્યુમન સોર્સ આધારે હકીકત મળેલ કે આરોપી અમદાવાદ સેજપુર ખાતેથી બહુચરાજી ખાતે રહેવા ગયેલ છે. જે હકીકત આધારે એક ટીમ બનાવી આરોપીને બહુચરાજી ખાતેથી શોધી કાઢી અટકાયત કરવામાં આવી છે. આરોપી અમદાવાદ, ફરગોવીંદપુરા સો.સા. લક્ષ્મણ પટેલના મકાનમાં દયાનંદ કોમ્‍પલેક્ષની બાજુમાં બહુચરાજી ખાતે રહેતી હતી. આ કામગીરીમાં પોલીસ ઇન્‍સ્‍પેક્‍ટર શ્રી તથા પો.હેડ.કોન્‍સ. ડી.એલ. બકોત્રા, કે.ડી. ઝણકાત, પો.કોન્‍સ. સંજયભાઈ ચૌહાણ, નીલેષભાઈ નંદાણીયા, દિનેશભાઈ જીલડીયા, નારણભાઈ ગરચર, મોહસીનભાઈ સલીમભાઈ તથા ચાંદનીબેન ડોડીયા વિગેરે પો. સ્‍ટાફ જોડાયો હતો

(12:18 PM IST)