<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 20th July 2026

ગોંડલમાં પુરપાટ ઝડપે કારે પત્રકાર હરેશભાઇ વ્‍યાસને હડફેટે લીધા

ગોંડલ તા. ર૦: ગોંડલના પત્રકાર હરેશભાઇ વ્‍યાસને પુરપાટ આવતી કારે હડફેટે લેતા દોડધામ મચી ગઇ હતી.

પ્રાપ્‍ત માહિતી મુજબ ગોંડલના હાઉસિંગ બોર્ડમાં રહેતા પત્રકાર હરેશભાઇ વ્‍યાસ ટોળીયા ન્‍યુઝ એજન્‍સીના દુકાન ખોલવા સ્‍કુટર ઉપર જઇ રહ્યા હતા. ત્‍યારે અલખના ઓટલા પાસે પુરપાટ ઝડપે આવતી કારના ચાલકે હડફેટે લેતા સ્‍કુટર સહિત હરેશભાઇ વ્‍યાસ ફંટોળાઇ જતા ઇજા પહોંચી હતી.

અકસ્‍માત સર્જીને કાર ચાલક નાસી છુટયો હતો. (તસ્‍વીરઃ ભાવેશ ભોજાણી-ગોંડલ)

(11:27 AM IST)