<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 19th November 2026

ખરીદી બાબતે માતાએ ઠપકો આપતાં રીસાઈને નીકળેલા યુવાનને જોરાવરનગર પોલીસે શોધી કાઢયો

વઢવાણ, તા.૧૯: એક મહિલા જોરાવરનગર પોલીસ સ્‍ટેશન પહોંચ્‍યાં હતાં. તેમણે પોલીસને જણાવ્‍યું કે તેઓ પુત્ર સાથે રતનપર ખાતે ખરીદી કરવા ગયાં હતાં. ત્‍યાં પુત્રે એક ચોક્કસ વસ્‍તુ ખરીદવાની જીદ કરી હતી. માતાએ ઠપકો આપતાં પુત્ર રીસાઈને મોટરસાયકલ લઈને નીકળી ગયો હતો. તેનો પત્તો ન મળતાં પરિવારે પોલીસની મદદ માગી હતી.

પોલીસ ઇન્‍સ્‍પેક્‍ટર આઇ.એમ. હુદડે સર્વેલન્‍સ સ્‍ટાફની ટીમને યુવાનની શોધ માટે કામે લગાડી હતી. પોલીસે બાતમીદારો અને ટેકનિકલ સર્વેલન્‍સની મદદથી તપાસ શરૂ કરી હતી. યુવાન સુરેન્‍દ્રનગરના રિવરફ્રન્‍ટ વિસ્‍તારમાં હોવાની માહિતી મળતાં પોલીસ ત્‍યાં પહોંચી અને તેને શોધી કાઢયો હતો.

પોલીસ યુવાનને જોરાવરનગર પોલીસ સ્‍ટેશન લઈ આવી હતી. ત્‍યાં માતા-પિતાની હાજરીમાં તેનું કાઉન્‍સેલિંગ કર્યું હતું. સમજણ અને માર્ગદર્શન આપ્‍યા બાદ તેને માતા-પિતાને સોંપવામાં આવ્‍યો હતો.

આ કામગીરીમાં પોલીસ ઇન્‍સ્‍પેક્‍ટર આઇ.એમ. હુદડના માર્ગદર્શન હેઠળ ખ્‍લ્‍ત્‍ કુલદીપસિંહ અમરસિંહ, હેડ કોન્‍સ્‍ટેબલ અજીતસિંહ લક્ષ્મણભાઈ, હેડ કોન્‍સ્‍ટેબલ કનુભાઈ જયતાભાઈ અને પોલીસ કોન્‍સ્‍ટેબલ ધવલભાઈ રમેશભાઈ જોડાયા હતા. પરિવારજનોએ પોલીસનો આભાર માન્‍યો હતો

(10:50 AM IST)