તા. ૨ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૬ બુધવાર
News of Friday, 22nd May 2026
જોડીયા તાલુકા પંચાયત: પ્રમુખ પદે વૈશાલીબેન મયુરભાઈ ચનિયારા, ઉપપ્રમુખ પદે ચેતનભાઈ રામપરીયા બિનહરીફ વરાયા
નવનિયુક્ત પદાધિકારીઓએ વિકાસ કાર્યોને વેગ આપવાની વ્યક્ત કરી નેમ : કાર્યકરોમાં ખુશીનો માહોલ : બંને હોદ્દેદારો બિનહરીફ ચૂંટાયા

(સંજય ડાંગર દ્વારા)ધ્રોલ તા.૨૨ : જોડીયા તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ પદની ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થઈ છે. જેમાં પ્રમુખ તરીકે વૈશાલીબેન મયુરભાઈ ચનિયારા અને ઉપપ્રમુખ તરીકે ચેતનભાઈ રામપરીયાની સત્તાવાર વરણી કરવામાં આવી છે. બંને હોદ્દેદારો બિનહરીફ ચૂંટાયા છે.
બંને નવનિયુક્ત પદાધિકારીઓએ તાલુકાના વિકાસ કાર્યોને વેગ આપવાની અને પ્રજાના પ્રશ્નોને પ્રાધાન્ય આપવાની નેમ વ્યક્ત કરી હતી. આ વરણીને પગલે સ્થાનિક કાર્યકરો અને આગેવાનોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો અને બંનેને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.
(2:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
