તા. ૧૨ ફેબ્રુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ મહા વદ – ૧૦ ગુરૂવાર
News of Saturday, 2nd May 2026
પોરબંદરમાં ડો. મનસુખભાઇ માંડવીયાની જહેમતથી યુવાનો માટે જોબફેર
વિવિધ ક્ષેત્રની ર૦૦થી વધુ અગ્રણી કંપનીઓમાં રોજગારીની તકઃ ઓન લાઇન રજીસ્ટ્રેશનનો પ્રારંભ

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા. ર :.. યુવાઓને રોજગાર અને કારકિર્દી માટે નવી તકો પૂરી પાડવાના હેતુથી ૧૧-પોરબંદર લોકસભાના સાંસદ અને ભારત સરકારના કેબિનેટ મંત્રી ડો. મનસુખભાઇ માંડવિયા દ્વારા જોબફેરનું આયોજન થયું છે.
આ પહેલનો મુખ્ય ઉદ્દેશ યુવાનોને સશક્ત બનાવવાનો અને તેના કૌશલ્યને યોગ્ય રોજગારની તકો આપવાનો છે. બે દિવસીય જોબ ફેરમાં ૨૦થી વધુ ઉધોગોની ૨૦૦થી વધુ અગ્રણી કંપનીઓ ભાગ લેશે, જેમાં હજારો રોજગાર તકો ઉપલબ્ધ થશે. આઇટી સેકટર, રિન્યુબલ એનર્જી, ક્રૂડ સર્વિસ, એજ્યુકેશન, હેલ્થ, એગ્રિકલ્ચર અને લોજીસ્ટિક સહિતના વિવિધ ક્ષેત્રે રોજગારિના દ્વાર ખુલી રહ્યા છે.
રોજગારી ઇચ્છુક યુવાનો માટે રજીસ્ટ્રેશન પ્રક્રિયા ૦૧ મે ૨૦૨૬થી શરૂ થઈ ગઈ છે. રસ ધરાવતા ઉમેદવારો જોબફેરની વેબસાઈટ https://porbandarjobfair.in પર નોંધણી કરાવી શકે છે. આ જોબ ફેરમાં ઉમેદવારોને ઓનલાઇન રજીસ્ટ્રેશન, પોતાની કુશળતા મુજબ નોકરી શોધવાની તક પુરી પાડવામાં આવી છે.
વેબસાઈટ પર રજિસ્ટર થયેલ જોબફેરના ઉમેદવારો શોર્ટલીસ્ટ થયા બાદ તેમનું ઇન્ટરવ્યુ લેવામાં આવશે અને તેના આધારે ઓફર લેટર મેળવવાની સુવિધા પણ કરવામાં આવી છે. તેમ યાદીમાં જણાવાયું છે
(1:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
