તા. ૨૧ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા સુદ – ૧૦ સોમવાર
News of Monday, 20th July 2026
પોરબંદર જિલ્લામાં ગૌસંવર્ધનને વેગ આપવા ગૌશાળાઓની મુલાકાત લેતા જીતુભાઇ વાઘાણી અને અર્જુનભાઇ મોઢવાડીયા
ગીર ગાયના સંવર્ધન સંરક્ષણ અને વૈજ્ઞાનીક ઉછેર માટેની કામગીરીનું નિરીક્ષણ કર્યુઃ વૈજ્ઞાનીક અભિગમ સાથેની કામગીરીને બિરદાવી

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા., ૨૦ : ગીર ગાયના સંરક્ષણ અને ગૌસંવર્ધનને વધુ વેગ આપવા કળષિ અને પશુપાલન મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી અને વન- પર્યાવરણ મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડીયાએ પોરબંદર ગૌશાળાઓની મુલાકાત કરીને ગૌશાળાઓમાં ગૌસંવર્ધન ક્ષેત્રે ગુણવત્તાસભર કામગીરી માટે કળષિ મંત્રીશ્રીઓએ કર્યું નિરીક્ષણ કર્યુ હતું.
રાજ્યના કળષિ અને ખેડૂત કલ્યાણ, સહકાર, પશુપાલન, ગૌસંવર્ધન તથા મત્સ્યોદ્યોગ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી અને વન અને પર્યાવરણ મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ પોરબંદર જિલ્લાની મુલાકાત દરમિયાન બાલા હનુમાન ગૌશાળા, બાહરીયા ગૌશાળા તેમજ ધરમપુર સ્થિત ગીર કાઉ સેન્ચ્યુરીની મુલાકાત લઈને ગીર ગાયના સંવર્ધન, સંરક્ષણ અને વૈજ્ઞાનિક ઉછેર માટે થઈ રહેલી કામગીરીનું સ્થળ પર નિરીક્ષણ કર્યું હતું.
બંન્ને મંત્રીશ્રીઓએ કેતનભાઈ ગજ્જરની બાલા હનુમાન ગૌશાળા તથા શ્રી કિશોરભાઈ ઓડેદરાની બાહરીયા ગૌશાળાની મુલાકાત દરમિયાન ગૌશાળાની વિવિધ વ્યવસ્થાઓનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે ગીર ગાયના સંવર્ધન, ગુણવત્તાયુક્ત ઉછેર, પશુઓના આરોગ્ય, પોષણ અને યોગ્ય સંભાળ અંગે વિગતવાર માહિતી મેળવી હતી. ગૌશાળાઓ દ્વારા ગૌસંવર્ધન ક્ષેત્રે કરવામાં આવી રહેલી કામગીરીની પ્રશંસા કરતાં તેમણે ગીર ગાયની શુદ્ધ ઓલાદના સંરક્ષણ અને સંવર્ધન માટે સતત અને વૈજ્ઞાનિક અભિગમ સાથે કરવામાં આવતી કામગિરીને બિરદાવી હતી.
બંન્ને મંત્રીશ્રીઓએ ધરમપુર ખાતે આવેલી ગીર કાઉ સેન્ચ્યુરીની મુલાકાત લીધી હતી. અહીં તેમણે સંબંધિત અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી ગીર ગાયના સંરક્ષણ અને સંવર્ધન માટે હાથ ધરવામાં આવેલી વિવિધ પ્રવળત્તિઓ અને તેમની પ્રગતિની સમીક્ષા કરી હતી. તેમણે અધિકારીઓને ગીર ગાયની વંશવળદ્ધિ, આરોગ્ય સંભાળ, સંવર્ધન તેમજ આધુનિક પશુપાલન પદ્ધતિઓને વધુ પ્રોત્સાહન મળે તે માટે અસરકારક આયોજન સાથે કાર્ય કરવા જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.
ગીર કાઉ સેન્ચ્યુરીના સંશોધન વૈજ્ઞાનિક અને વડા ડો. કે. બી. વાળાએ પ્રેઝન્ટેશન દ્વારા ગીર કાઉ સેન્ચ્યુરીની કામગીરી, સંશોધન પ્રવળત્તિઓ, ગીર ગાયના સંવર્ધન માટે હાથ ધરાયેલા પ્રયાસો તથા ભવિષ્યની કાર્યયોજનાની વિસ્તળત માહિતી બંન્ને મંત્રીશ્રીઓ સમક્ષ રજૂ કરી હતી. આ મુલાકાત દરમિયાન પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખરીયા, મેયર સાગર મોદી, પશુપાલન નિયામક ગાંધીનગર ફાલ્ગુનીબેન ઠાકર, પશુપાલન વિભાગના રાજકોટના સંયુક્ત નિયામક ભરતસિંહ ગોહિલ, જિલ્લા ખેતીવાડી અધિકારી એચ. એ. ત્રિવેદી, જિલ્લા ભાજપ પ્રમુખ ડો. ચેતનાબેન તિવારી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન વિક્રમ ઓડેદરા સહિતના આગેવાનો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
(1:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
