<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 20th May 2026

સોમનાથ દાદાને શીશ ઝૂકાવીને ગીર સોમનાથ જિલ્લાના નવા કલેક્‍ટર તરીકે જીતેન્‍દ્રસિંહ એન. વાઘેલાએ પદભાર સંભાળ્‍યો

પૂર્વ કલેક્‍ટર એન.વી. ઉપાધ્‍યાય નડિયાદ ખાતે બદલી, સુરત-અમદાવાદ-ગાંધીનગરનો વહીવટી અનુભવ ધરાવે છેઃ ગીર સોમનાથ જિલ્લાનો વિકાસ અવિરત રીતે ચાલતો રહે તે માટે સૌના સાથ અને સહકારથી કાર્ય કરવાની કટિબદ્ધતા વ્‍યક્‍ત કરી

(દિપક કકકડ દ્વારા) વેરાવળ, તા.૨૦: રાજ્‍ય સરકાર દ્વારા તાજેતરમાં કરવામાં આવેલી કલેક્‍ટરશ્રીઓની બદલીઓ અંતર્ગત ગીર સોમનાથ જિલ્લામાં  જીતેન્‍દ્રસિંહ એન. વાઘેલાની કલેક્‍ટર તરીકે નિમણૂક કરવામાં આવી હતી.

નવનિયુક્‍ત કલેક્‍ટર જીતેન્‍દ્રસિંહ વાઘેલાએ પ્રથમ જ્‍યોર્તિલિંગ શ્રી સોમનાથ દાદાને શીશ ઝૂકાવ્‍યા બાદ વિધિવત્‌ રીતે જિલ્લા કલેક્‍ટરશ્રીનો ચાર્જ સંભાળી લીધો છે.

પૂર્વ કલેક્‍ટર એન.વી. ઉપાધ્‍યાયે તેમને કલેક્‍ટરશ્રી તરીકેનો ચાર્જ સુપ્રત કર્યો છે. એન.વી. ઉપાધ્‍યાય હવે નડિયાદ કલેક્‍ટર તરીકે પદભાર સંભાળશે.

ઉલ્લેખનીય છે કે, કલેક્‍ટર  જીતેન્‍દ્રસિંહ એન. વાઘેલાએ ભૂતકાળમાં સુરત અને અમદાવાદમાં ડેપ્‍યુટી મ્‍યૂનિસિપલ કમિશનર તેમજ મ્‍યૂનિસિપલ કમિશનર, ગાંધીનગર તરીકે પણ સેવા આપી છે.

નવનિયુક્‍ત કલેક્‍ટરશ્રીએ ગીર સોમનાથ જિલ્લાનો વિકાસ અવિરત રીતે ચાલતો રહે તે માટે સૌના સાથ અને સહકારથી કાર્ય કરવાની કટિબદ્ધતા વ્‍યક્‍ત કરી હતી. 

(10:36 AM IST)