News of Sunday, 1st November 2026
જેતપુરના ખારચિયા ગામે દીવાલ કૂદી રહેણાંક વિસ્તારમાં ઘૂસ્યો સિંહ: બકરીનું મારણ
મહીલાએ બૂમાબૂમ કરી, પરંતુ સિંહ બકરીનો શિકાર કરીને જ રહ્યો: ગ્રામજનોમાં ભયનો માહોલ

રાજકોટ: જેતપુર તાલુકાના ખારચિયા ગામે સિંહે રહેણાંક વિસ્તારમાં ઘૂસીને બકરીનું મારણ કરતાં ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો છે.
મળતી માહિતી મુજબ, સિંહ દીવાલ કૂદીને રહેણાંક વિસ્તારમાં ઘૂસી આવ્યો હતો. આ દરમિયાન ઘરની આસપાસ હાજર મહિલાએ સિંહને જોઈને બૂમાબૂમ કરી હતી, પરંતુ ત્યાં સુધીમાં સિંહે બકરીનો શિકાર કરી લીધો હતો.
રહેણાંક વિસ્તારમાં સિંહની આવી અચાનક હાજરીથી સ્થાનિક લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે. ગ્રામજનોમાં પશુધનની સુરક્ષા અને પોતાની સલામતીને લઈને ચિંતા વધી છે.
આ ઘટનાને પગલે વન વિભાગ દ્વારા સિંહની અવરજવર પર નજર રાખી જરૂરી કાર્યવાહી કરવામાં આવે તેવી ગ્રામજનોની માંગ છે.રહેણાંક વિસ્તારમાં સિંહના આંટાફેરાથી ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો છે.
(3:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
