News of Sunday, 6th September 2026
જેતપુરના અમરનગર રોડ પર ભીષણ અકસ્માત: પુરપાટ બાઇકે દંપતીને ટક્કર મારતા વેપારીનું કરુણ મોત, પત્ની ઇજાગ્રસ્ત
અકસ્માત સર્જનાર સ્પોર્ટ્સ બાઇકના ચાલક ઇલાદિન મોઇનને પણ ગંભીર ઇજાઓ થવાથી તેને વધુ સારવાર અર્થે જૂનાગઢ ખસેડવામાં આવ્યો

( કેતન ઓઝા દ્વારા ) જેતપુર :જેતપુરના અમરનગર રોડ પર એક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. પુરપાટ ઝડપે આવી રહેલી એક સ્પોર્ટ્સ બાઇકે રોડ ક્રોસ કરી રહેલી હોન્ડા બાઇકને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં અકસ્માત સ્થળની સામે જ 'ન્યુ પટેલ વાસણ' નામની દુકાન ધરાવતા હરેશભાઇ ડોબરીયાનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું, જ્યારે મૃતકની પત્નીને પણ ગંભીર ઇજાઓ પહોંચી હતી.
અકસ્માત સર્જનાર સ્પોર્ટ્સ બાઇકના ચાલક ઇલાદિન મોઇનને પણ ગંભીર ઇજાઓ થવાથી તેને વધુ સારવાર અર્થે જૂનાગઢ ખસેડવામાં આવ્યો છે. ટક્કર એટલી ભયાનક હતી કે હોન્ડા મોટર સાયકલનું એન્જીન નીકળી ગયું હતું, જે અકસ્માતની તીવ્રતા બયાં કરવા માટે પૂરતી છે.
ઘટનાસ્થળે લોકટોળા ઉમટી પડ્યા હતા અને સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ સ્પોર્ટ્સ બાઇક ચાલક નશાની હાલતમાં હોવાની ચર્ચા વ્યાપી હતી. અકસ્માતના પગલે બનાવની જાણ થતાં જ જેતપુર સિટી પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ શરૂ કરી છે
(12:13 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
