News of Wednesday, 3rd June 2026
જેતપુર સીટી પોલીસની કાર્યવાહી : રાજકોટ જિલ્લા-ગ્રામ્યમાં હની ટ્રેપના બે ગુનામાં નાસતી ફરતી મહિલાને ઝડપી લેવાઈ
આરોપી મહિલા અને તેની ટોળકી સોશિયલ મીડિયા દ્વારા વેપારીઓ, કારખાનેદારો અને ઉદ્યોગપતિઓ સાથે સંપર્ક કરતી હતી. તેમને પ્રેમજાળમાં ફસાવી મળવા બોલાવ્યા બાદ નાણાં ખેંખેરતી

જેતપુર સીટી પોલીસે રાજકોટ ગ્રામ્ય જિલ્લાના હની ટ્રેપના બે ગુનામાં નાસતી ફરતી મહિલા આરોપીને ઝડપી પાડી છે. આરોપી મહિલા અને તેની ટોળકી સોશિયલ મીડિયા દ્વારા વેપારીઓ, કારખાનેદારો અને ઉદ્યોગપતિઓ સાથે સંપર્ક કરતી હતી. તેમને પ્રેમજાળમાં ફસાવી મળવા બોલાવ્યા બાદ નાનાં ખંખેરતી હતી .
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી પ્રિયંકા વિરુદ્ધ રાજકોટ ગ્રામ્યના જેતપુર સીટી પોલીસ સ્ટેશનમાં તથા જામકંડોરણા પોલીસ સ્ટેશનમાં હની ટ્રેપના ગુના નોંધાયેલા છે. આ ઉપરાંત, જુનાગઢ જિલ્લાના ભેંસાણ પોલીસ સ્ટેશનમાં પણ ગુનો દાખલ થયેલો છે.
આરોપીએ કબુલાત આપી છે કે તેણે અન્ય સાથીઓ સાથે મળીને આશરે 10 માસ પહેલા મોરબીના સીરામીકના ઉદ્યોગપતિને, 1 વર્ષ પહેલા મોરબીના એક ઉદ્યોગપતિને, રાજકોટના એક કારખાનાવાળાને, 15 માસ પહેલા મોરબીના બે વ્યક્તિઓને તથા 8 માસ પહેલા વાંકાનેરના પળદાના વેપારીને પ્રેમજાળમાં ફસાવી અલગ અલગ જગ્યાએ બોલાવી રૂપિયાની માંગણી કરી હતી.
પોલીસે કુલ 11 આરોપીઓની ટોળકીના નામ પણ જાહેર કર્યા છે, જેમાં વિપુલભાઈ ઉર્ફે નાગરાજ સુશ્રા, સવજીભાઈ ઉર્ફે સાગર હુંગા, જાનવીબેન ઉર્ફે જાનુ પંચોલી, પુજાબેન સિદ્ધપુરા, ગોપાલભાઈ સિદ્ધપુરા, વિજયભાઈ ઉર્ફે જાડીયો જોગડીયા, વિશાલભાઈ ઉર્ફે રાધે પરમાર, આશિષ વેકરીયા, રોહીત રાઠોડ અને નીલેશ ચૌહાણનો સમાવેશ થાય છે.
(12:58 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
