તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 1st July 2026
જેતપર ખેડુત આંદોલનઃ ઉપવાસીની તબિયત લથડતા હોસ્પિટલ લઈ જવાયા

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા.૧: જેતપરમાં વીજલાઈનના વળતરને લઈને ખેડૂતો દ્વારા આમરણાંત ઉપવાસ આંદોલન ચલાવામાં આવી રહ્યું છે. આ આંદોલનમાં ગામે ગામથી ખેડૂતો આવીને ઉપવાસીઓનો જુસ્સો વધારી લડતને સમર્થન આપી રહ્યા છે. ગઈકાલ સુધી આ ઉપવાસ આંદોલનમાં ૯ ખેડૂતો આમરણાંત ઉપવાસ પર બેઠા હતા, જેમાં ૧૩માં દિવસે સવારે વધુ ૨ ખેડૂતો જોડાયા હતા. સવારથી ઉપવાસ ઉપર બેઠેલા ખેડૂત મહેશભાઈ ચતુરભાઈ મારવાણીયા (ગામ વાકિયા)ની તબિયત રાત્રીના સમયે ઓચિંતી લથડી હતી. જેથી તેમને તુરંત ૧૦૮ મારફત જેતપર ખાતેની હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા.
(1:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
