તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 30th June 2026
જેતપર ખેડૂત આંદોલન: આજે 13માં દિવસે વધુ 2 ખેડૂતો ઉપવાસમાં જોડાયા : હાલ કુલ 11 લોકો આમરણાંત ઉપવાસ પર : આંદોલનને ગામે-ગામથી સમર્થન
મોરબીના જેતપર ગામે ખેડૂતોના વીજ લાઈનના પ્રશ્ને આમરણાંત ઉપવાસ છાવણીમા 13માં દિવસે વધુ 2 ખેડૂતો જોડાતા આંદોલન વધુ મજબૂત બન્યું

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા ૩૦ : મોરબીના જેતપર ગામે ખેડૂતોના વીજ લાઈનના પ્રશ્ને આમરણાંત ઉપવાસ છાવણી આજે 13માં દિવસમાં પ્રવેશી છે. અગાઉ 9 ખેડૂતો આમરણાંત ઉપવાસ પર બેઠા હતા, જેમાં આજે 13માં દિવસે વધુ 2 ખેડૂતો જોડાતા આંદોલન વધુ મજબૂત બન્યું છે.
આ ઉપવાસ છાવણીમાં અત્યાર સુધી, મહંત કૈલાશગીરી ગુરુ મહાદેવગીરી - નવાગામ હનુમાન, રાકેશભાઈ શીવલાલ અમૃતિયા (કારુકાકા) - જેતપર, નકુલભાઈ ધીરજલાલ અમૃતિયા - જેતપર, રામજીભાઈ નાનજીભાઈ ભાડજા - જેતપર, નિલેષભાઈ એરવાડીયા-મોરબી, નિલેષભાઈ પ્રાણજીવનભાઈ અઘારા - જેતપર, મહેશભાઈ ચતુરભાઈ મારવણીયા - વાંકીયા, અરવિંદભાઈ રામજીભાઈ અઘારા -જેતપર, વલ્લભભાઈ ડાયાલાલ અઘારા - જેતપર, ક્રિષ્નાબેન દિનેશભાઈ અમૃતિયા - જેતપર, દક્ષાબેન દિપકભાઈ અમૃતિયા - જેતપર ઉપવાસ ઉપર બેઠા હતા. આજે તેમાં મહેશભાઈ ચતુરભાઈ મારવાણીયા (ગામ વાકિયા), અરવિંદભાઈ રામજીભાઈ અધારા (ગામ જેતપર) પણ જોડાયા છે.
(3:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
