<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 29th May 2026

ઉપલેટાના તલગણામાં જેટકોના જુનિયર ઇજનેરને ધક્કો મારી પતાવી દેવાની ધમકીઃ ફરજમાં રૂકાવટ

નોટીસ બજવણી કરવા ગયેલા કે. એન. સોજીત્રાને ‘તારા હાથ પગ ભાંગી નાંખીશ, અમારા ખેતર તરફ કામ કરશો તો જાનથી મારી નાંખીશ' કહી કૃષ્‍ણકુમાર બોરખતીયારની ધમકીઃ પાટણવાવ પોલીસે ગુનો નોંધ્‍યો

 

રાજકોટ તા. ૨૯: ઉપલેટાના તલગણા ગામમાં જેટકોના જુનિયર  ઈજનેરને ધક્કો મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી ફરજમાં રૂકાવટ કરવામાં આવતાં તલગણા ગામના રહેવાસી કૃષ્‍ણકુમાર માલદેભાઇ બોરખતરીયા વિરૂધ્‍ધ પાટણવાવ પોલીસે ફરજમાં રૂકાવટ ધાકધમકી સહિતની કલમ હેઠળ ગુનો દાખલ કર્યો છે. જુનિયર ઇજનેર નોટીસની બજવણી કરવા ગયા ત્‍યારે આ માથાકુટ થઇ હતી.

બનાવ અંગે ઉપલેટાના જીરાપા પ્‍લોટમાં રહેતાં અને જેટકોના જુનિયર ઈજનેર કેવલભાઈ નટવરલાલ સોજીત્રા (ઉ.વ.૨૭)એ નોંધાવેલ ફરીયાદમાં તેમણે જણાવ્‍યું હતું કે  તેઓ ઉપલેટા  જેટકોમા જુનીયર ઇજનેર તરીકે ફરજ બજાવે છે. ગઇ તા.૨૬ના તેઓ ફરજમા હાજર હતો અને   ઉપલેટા તાલુકામા સરકારી દ્વારા મંજુર થયેલ ૬૬ કે.વી. પાટણવાવથી સમઢીયાળા ૬૬ કે.વી. સબ સ્‍ટેશન સુધી જતી બેવડી વીજ રેસા ટાવર લાઇન પાટણવાવ તલગણા સમઢીયાળા ગામોમાં સીમ તળમા વીજ લાઇન નાખવા બાબતે તલગણા ગામના ખેડુતો દ્વારા આ વીજ લાઇન નાખવાની કામગીરીમા વિરોધ કરતા હતાં. જે વીજ લાઇન નાખવા રાજકોટ કલેક્‍ટરને જેટકો દ્વારા પરવાગી બાબતની દરખાસ્‍ત રજુ કરેલ હોય તેમની  રૂબરૂ સુનવણી પૂર્ણ થયેલ હોઇ અને હાલમા કલેકટરની સુચના અનુસાર આવનાર ૪ મુદતની રૂબરૂ સુનવણી નોટીસની વાધેદાર ખેડુતોને રૂબરૂ નોટીસની બજવણી સુચના કરેલ હતી.

પેટા વિભાગીય કચેરીની સુચના અનુસાર ગઇ તા.૨૬ ના  બપોરના સમયે તે તલગણા ગામે ગયેલ અને ત્‍યાના ખેડુત કુષ્‍ણકુમાર બોરખતરીયાનો મોબાઇલ ફોન ઉપર સંપર્ક કરી વાત કરેલ કે, તમને રૂબરૂ નોટીસ બજવણી કરવાની હોય જેથી તમે તલગણા ગામ બસ સ્‍ટેશન પાસે આવો તો તેઓએ જણાવેલ કે, મારૂ ઘર બસ સ્‍ટેશન બાજુમા આવેલ હોય ત્‍યા તમે આવો. જેથી ફરીયાદી તેમના ઘરે ગયેલ ત્‍યારે ખેડુત તેમના ઘરે ફળીયામા બેસેલ હતો અને નોટીસની નકલ તેમને રૂબરૂ બજવણી કરેલ હતી. ત્‍યારે કળષ્‍ણકુમારએ જણાવેલ કે, તમે મને મારા બન્ને ખેતરોની સર્વેની નોટીસો અલગ અલગ કેમ આપેલ તેમ કહીને તે એકદમ ઉશ્‍કેરાય જઈ ગાળો બોલવા લાગેલ હતા.

જેથી ફરીયાદીએ ઉપરી અધકારી નાયબ ઇજનેર એન. જે. માકડીયા સાથે વાત કરાવતા તેમને પણ ફોન ઉપર ગાળો દેવા લાગેલ હતા. ત્‍યારબાદ આરોપીની નોટીસમા સહી કરાવી બજવણી કરેલ હતી, ત્‍યારે આરોપીએ ધકો મારેલ અને ખુરશી ઉપ૨ બેસાડી કહેવા લાગેલ કે, તારા હાથ પગ ભાગી નાખવા છે, તું અને તમારા કર્મચારીઓ મારા ખેતર બાજુ કામ કરવા જશો ત્‍યારે તમારા કમર્ચારીઓને પણ જાનથી મારી નાખવાની ધમકી આપી ફરજમાં રૂકાવટ કરી હતી. બનાવ અંગેની ફરિયાદ પરથી પાટણવાવ પોલીસ મથકના હેડકોન્‍સ. એસ. બી. બોરીચાએ ગુનો નોંધતાં વધુ તપાસ હેડકોનસ. એસ. એમ. ઝાલાએ હાથ ધરી છે.

 

 

 

(10:52 AM IST)