તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 2nd October 2026
જયાકિશોરીજીએ સોમનાથ મહાદેવના દર્શન કર્યા

રાજકોટ : શહેરમાં યોજાયેલી ત્રિદિવસીય સનાતન યુવા કથા પૂર્ણ કર્યા બાદ પ્રસિદ્ધ કથાકાર જયા કિશોરીજીએ પવિત્ર સોમનાથ ધામની મુલાકાત લીધી હતી. રાજકોટની કથા દરમિયાન મોટી સંખ્યામાં શ્રોતાઓને સનાતન ધર્મ, આધ્યાત્મિકતા અને જીવનમૂલ્યોનો સંદેશ આપ્યા બાદ જયા કિશોરીજી સોમનાથ પહોંચ્યા હતા. સોમનાથ મહાદેવના પાવન ધામમાં પહોંચતા તેમણે શ્રદ્ધા અને ભક્તિભાવ સાથે જ્યોર્તિલિંગના દર્શન કર્યા હતા.
સોમનાથ મંદિરમાં જયા કિશોરીજીએ વિધિવત્ પૂજા-અર્ચના કરી ભગવાન સોમનાથ મહાદેવના દર્શન કરી તેમણે દેશ-સમાજની સુખ-શાંતિ અને સૌના કલ્યાણ માટે પ્રાર્થના કરી હતી.
જયા કિશોરીજીના સોમનાથ આગમનની જાણ થતાં તેમના અનુયાયીઓ અને ભાવિકોમાં પણ ઉત્સાહ જોવા મળ્યો હતો. પવિત્ર સોમનાથ ધામમાં મહાદેવના દર્શન અને પૂજા-અર્ચના કર્યા બાદ જયા કિશોરીજીએ મંદિરની આધ્યાત્મિક ઊર્જા અને પવિત્ર વાતાવરણનો અનુભવ કર્યો હતો. રાજકોટની કથાથી આધ્યાત્મિક સંદેશ આપ્યા બાદ સોમનાથ મહાદેવના ચરણોમાં શીશ ઝુકાવી તેમણે પોતાની ધાર્મિક યાત્રાને વધુ ભાવપૂર્ણ બનાવી હતી. આ પ્રસંગે જૈન અગ્રણી શ્રી ભરતભાઇ દોશી અને યુવા ઉદ્યોગપતિ શ્રી યોગીન છનિયારા સતત સાથે રહ્યા હતા. તસ્વીરમાં પૂજનનો લાભ લેતા જયા કિશોરીજી સાથે જાણીતા અગ્રણી શ્રી ભરતભાઇ દોશી સહિતના નજરે પડે છે.
(3:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
