<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 18th April 2026

જસદણ તાલુકા ભાજપના ઉપપ્રમુખ જયંતીભાઈ સરવૈયા છ વર્ષ માટે સસ્પેન્ડઃ જિલ્લા ભાજપના આકરા તેવર

ભાડલા જિલ્લા પંચાયતની ટિકિટ ન મળતા સબંધીને અપક્ષ ઉતારતા કાર્યવાહીઃ જિલ્લા પ્રમુખ અલ્પેશભાઈ ઢોલરિયાનો નિર્ણય; ભાડલા સીટ પર રસાકસી જામશે, સ્થાનિક રાજકારણમાં ખળભળાટ

(હુસામુદીન કપાસી દ્વારા) જસદણ, તા.૧૭: જસદણ તાલુકા ભાજપના ઉપપ્રમુખ જયંતીભાઈ રવજીભાઈ સરવૈયા સામે જિલ્લા ભાજપે આકરા તેવર દાખવી છ વર્ષ માટે પાર્ટીમાંથી સસ્પેન્ડ કર્યા છે. રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશભાઈ ઢોલરિયાએ પાર્ટી વિરુદ્ધ કાર્ય કરવા બદલ આ કડક પગલું ભર્યું છે. આ નિર્ણયથી જસદણ-વિંછીયા પંથકના સ્થાનિક રાજકારણમાં ભારે ચર્ચા જાગી છે.

જયંતીભાઈ સરવૈયા જસદણ તાલુકાના રાજકીય નેતા છે અને હાલ તાલુકા ભાજપના ઉપ પ્રમુખનો હોદ્દો ધરાવે છે. ભાડલા જિલ્લા પંચાયતની બેઠક માટે ટિકિટની ફાળવણી ભાજપના આગેવાનોએ અન્ય ઉમેદવારને કરી હતી. જેના વિરોધમાં જયંતીભાઈએ ભાડલા સીટ પર પોતાના સબંધીને અપક્ષ ઉમેદવાર તરીકે ફોર્મ ભરાવ્યું હતું. આ બાબતને પાર્ટી વિરોધી ગતિવિધિ ગણી રાજકોટ જિલ્લા ભાજપે તાત્કાલિક અસરથી તેમને છ વર્ષ માટે સસ્પેન્ડ કર્યા છે

(11:04 AM IST)