News of Monday, 11th May 2026
જસદણ પોલીસે ૧૩૯ કરોડનો દારૂનો જથ્થો ભરેલ ટ્રક ઝડપી લીધોઃ ૧.૬૦ લાખનો મુદામાલ કબ્જે

રાજકોટ : રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય તેમજ રાજકોટ જીલ્લાના પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુર્જર નાઓએ વિદેશી દારૂના ગણનાપાત્ર કેસો શોધી, પ્રોહી. જૂગારની પ્રવૃતિ અને નેસ્ત નાબુદ કરવા સુચના આપેલ હોઇ જે સુચના અન્વયે જસદણ મદદનીશ પોલીસ અધિક્ષક નવીન રેપુડીના માર્ગદર્શન હેઠળ જસદણ પોલીસ ઇ. જે. પી. ગોસાઇની સુચના મુજબ જસદણ પો. સ્ટે.ના સર્વેલન્સ ટીમના માણસો જસદણ પો. સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા ત્યારે બાતમી હકિકત મળેલ કે એક ટ્રક જેના રજી. નં. આરજે-ર૦-જીસી-૦૩૭૮ નો ટ્રક તેમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો છૂપાવી વિંછીયાથી જસદણ તરફ આવે છે. જેથી લીલાપુર ગામ પાસે વોચ ગોઠવી ૧.૩૯ કરોડના દારૂ ભરેલા ટ્રક સાથે આરોપી (૧) રાહુલ વેહનારામ ગુગડવાલ ધંધો ડ્રાઇવીંગ રહે. ખાસ મહેચાન ગામ તા. સિણધારી જી. બાડમેર રાજય રાજસ્થાનને ઝડપી લેવાયો હતો. અને (ર) દારૂ મોકલનાર મુકેશ રહે. જોધપુર રાજસ્થાન તથા (૩) દારૂ મગાવનાર નાસી જનાર એક અજાણ્યો ઇસમ સામે ગુન્હો દાખલ કરી ટ્રક અને દારૂની બોટલ નંગ ૮૧,પપર મળી કુલ ૧.૬૦,૪૮,૪૪૪નો મુદામાલ કબ્જે કરાયો હતો. આ કાર્યવાહી જસદણના પી. આઇ. જે. પી. ગોસાઇ, એએસઆઇ મામૈયાભાઇ શામળા, એચસી રીઝવાનભાઇ સિંજાત, પ્રણયભાઇ સાવરીયા, વિજયભાઇ રોજાસરા, પીસી અનિલભાઇ સરવૈયા, ભાવેશભાઇ સાસિયા, કનકસિંહ ચુડાસમા તથા ભાવેશભાઇ છૈડા સહિતના સ્ટાફે કરી હતી.
(11:42 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
