તા. ૨૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૧ શુક્રવાર
News of Friday, 20th November 2026
જસદણમાં શ્રમીક યુવાનનો ફોન હેક કરી રૂા. ૬૦ હજારની ઠગાઇ
યુવાને ગુગલ એપથી ટ્રાન્ઝેકશનનો પ્રયાસ કર્યો પરંતુ ન થયું : બાદમાં સાયબર ગઠીયાએ ‘કળા'કરી રકમ ઉપાડી લેતા જસદણ પોલીસમાં ગુનો

રાજકોટ, તા., ૨૦ : જસદણમાં રહેતા શ્રમીક યુવાનનો ફોન હેક કરી સાયબર ગઠીયાએ રૂા. ૬૦ હજારનું ટ્રાન્ઝેકશન કરી છેતરપીંડી કર્યાની ફરીયાદ નોંધાતા જસદણ પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
આ મામલે જસદણના વિંછીયા રોડ પર વિશ્વકર્મા સોસાયટીમાં રહેતા અને મજુરી કરતા ધર્મેશભાઇ ભગવાનજીભાઇ શાપરા (ઉ.વ.૩૮) એ અજાણ્યા શખ્સ સામે જસદણ પોલીસ મથકમાં નોંધાવેલી ફરીયાદમાં જણાવ્યું ેકે, તે ઘરે હતા ત્યારે ફોનમાં ગુગલ પે માંથી ટ્રાન્ઝેકશન કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ થયુ ન હતું.
ત્યાર બાદ અજાણ્યા આરોપીએ ગમે તે રીતે તેનો ફોન હેક કરી તેના બેંક ખાતામાંથી બે ટ્રાન્ઝેકશન મારફતે કુલ રૂા. ૬૦ હજાર અન્ય એક એકાઉન્ટમાં જમા કરાવી લઇ સાયબર ફ્રોડ કર્યુ હતું. જસદણ પોલીસે ગુનો દાખલ કરી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે
(12:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
