<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 31st August 2026

સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં જન્‍માષ્ટમી પર્વની વણઝાર : આજે બોળચોથથી નંદ મહોત્‍સવ સુધી ઉજવણી

દ્વારકા જગતમંદિરમાં ભાવિકો ઉમટશેઃ જુદા-જુદા મંદિરોમાં રાસલીલા અને મટકી ફોડની તૈયારીઓ : તંત્ર દ્વારા સુરક્ષા વ્‍યવસ્‍થા સઘનઃ ફરવા લાયક અને ધાર્મિક સ્‍થળોએ લોકો ઉમટશે

રાજકોટ, તા.૩૧: રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્‍ટ્ર કચ્‍છમાં આગામી જન્‍માષ્ટમી પર્વની ઉજવણીને લઈને તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. જાહેર કરાયેલ તિથિ મુજબ આજે તા. ૩૧ ઓગસ્‍ટને સોમવારે બોળચોથ છે.આજે ગૌમાતાના પૂજનનુ મહત્ત્વ છે.શ્રાવણ વદ ચોથ સવારે ૦૮: ૫૧ થી ૧ સપ્‍ટેમ્‍બર મંગળવાર સવારે ૦૭:૪૨ સુધી રહેશે અને તે દિવસે ચંદ્રદર્શન રાત્રે ૦૮:૫૯ વાગ્‍યે થશે. ૧ સપ્‍ટેમ્‍બર મંગળવારે નાગપાંચમ છે જે સવારે ૦૭: ૪૨ થી બીજા દિવસે સવારે ૦૭: ૪૨ સુધી રહેશે. ૨ સપ્‍ટેમ્‍બર બુધવારે રાંધણ છઠ છે જે સવારે ૦૬:૧૨ થી ૩ સપ્‍ટેમ્‍બર ગુરુવાર સવારે ૦૪:૨૬ સુધી રહેશે. ૩ સપ્‍ટેમ્‍બર ગુરુવારે શીતળા સાતમ છે જે સવારે ૦૪:૨૬ થી ૪ સપ્‍ટેમ્‍બર રાત્રે ૦૨:૨૫ સુધી રહેશે. મુખ્‍ય તહેવાર જન્‍માષ્ટમી ૪ સપ્‍ટેમ્‍બર ગુરુવાર રાત્રે ૦૨૨૫ થી ૫ સપ્‍ટેમ્‍બર શુક્રવાર રાત્રે ૧૨:૧૩ સુધી રહેશે અને મધ્‍યરાત્રિએ કળષ્‍ણ જન્‍મોત્‍સવ મનાવાશે. ૫ સપ્‍ટેમ્‍બર શુક્રવારે નંદ મહોત્‍સવ ઉજવાશે જે રાત્રે ૧૨:૧૩ થી રાત્રે ૦૯:૫૩ સુધી રહેશે.

રાજકોટમાં ઈસ્‍કોન મંદિર, રણછોડદાસજી આશ્રમ, બાલાજી મંદિર સહિતના તમામ કળષ્‍ણ મંદિરોમાં મહાઆરતી, મટકી ફોડ અને રાસલીલાનું આયોજન કરવામાં આવ્‍યું છે. રેસકોર્સ મેદાન ખાતે લોકમેળાનું આયોજન થશે. દ્વારકા જગતમંદિર ખાતે જન્‍માષ્ટમીના મેળાને લઈને વહીવટી તંત્ર સજ્જ બન્‍યું છે અને ત્રણ દિવસ સુધી ચાલનારા મેળામાં લાખો ભાવિકો ઉમટી પડે તેવી શકયતા છે. આ ઉપરાંત જામનગર, જૂનાગઢ, ભાવનગર અને ભુજ કચ્‍છના મંદિરોમાં ભવ્‍ય શણગાર અને ભજન કીર્તનનું આયોજન કરવામાં આવ્‍યું છે. પોલીસ તંત્ર દ્વારા મંદિરો અને મેળાના સ્‍થળોએ ચુસ્‍ત બંદોબસ્‍ત ગોઠવવામાં આવ્‍યો છે. બજારોમાં વાંસળી, મોરપીંછ અને લાલા લાલીના વષાોની ખરીદી માટે ભારે ભીડ જોવા મળી રહી છે.

(11:19 AM IST)