<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 4th September 2026

ભાવનગરમાં પરંપરાગત અને ઉત્સાહપૂર્ણ માહોલ વચ્ચે જન્માષ્ટમી મહોત્સવનો ભવ્ય પ્રારંભ

આ વિશેષ અવસરે કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયા અને રાજ્યકક્ષાના મંત્રી નિમુબેન બાંભણીયાએ ખાસ હાજરી આપી: ત્રણ દિવસ સુધી ચાલશે સાંસ્કૃતિક મેળો

ભાવનગરમાં પરંપરાગત અને ઉત્સાહપૂર્ણ માહોલ વચ્ચે જન્માષ્ટમી મહોત્સવનો ભવ્ય પ્રારંભ થયો છે. આ વિશેષ અવસરે કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયાઅને રાજ્યકક્ષાના મંત્રી નિમુબેન બાંભણીયાએ ખાસ હાજરી આપીને ઉત્સવની શોભામાં અભિવૃદ્ધિ કરી હતી. મંત્રીઓની ઉપસ્થિતિથી ઉપસ્થિત જનમેદનીમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.

 

ભાવનગરમાં આયોજિત આ સાંસ્કૃતિક મેળો આગામી ત્રણ દિવસ સુધી ધૂમ મચાવશે અને શહેરના નાગરિકોને મનોરજંન પૂરું પાડશે. આ રંગારંગ લોકમેળામાં ગુજરાતના વિવિધ ખ્યાતનામ કલાકારો અને ગાયકો પોતાની આગવી શૈલીમાં સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ રજૂ કરી રહ્યા છે. ઉત્સવના પ્રારંભિક ચરણમાં જ જાણીતા ગાયકો ઉર્વશી રાદડિયા અને બિરજુ બારોટ દ્વારા રજૂ કરવામાં આવેલા મધુર કૃષ્ણ ભજનો અને લોકગીતો પર ઉપસ્થિત શ્રોતાઓ મંત્રમુગ્ધ થઈને ઝૂમી ઉઠ્યા હતા.

 

 

આ પ્રસંગે પોતાના વિચારો વ્યક્ત કરતા કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણીયાએ જણાવ્યું હતું કે, આવા લોકમેળા માત્ર મનોરજંનનું સાધન નથી, પરંતુ લોકોના મિલનનો એક ઉત્તમ અવસર છે. લોકમેળોએ સમાજમાં પરસ્પર સંબંધો અને ભાઈચારો વિકસાવવાનો સુંદર મોકો પૂરો પાડે છે. ધાર્મિક આસ્થા અને સાંસ્કૃતિક વારસાના આ અદ્ભુત સંગમમાં મોટી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહ્યા છે.

(1:03 PM IST)