તા. ૨૭ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ભાદરવા વદ - ૧૦, શુક્રવાર
News of Saturday, 12th September 2026
જૂનાગઢના ડર્મેટોલોજિસ્ટ ડો.પિયુષ બોરખતરીયા પરિવાર દ્વારા જન્માષ્ટમી પર્વની ઉજવણી
એસ્થે કાયાકલ્પ હોસ્પિટલના ડો. પિયુષ બોરખતરીયા, તેમના પત્ની મિત્તલ બોરખતરીયા અને નાનકડા બાલકૃષ્ણ સમા તેમના પુત્ર તેજ બોરખતરીયા જોડાયા

(વિનુ જોશી દ્વારા)જુનાગઢ તા.૧૨ : જુનાગઢ સહિત સમગ્ર ગુજરાત અને ભારતમાં પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રીકૃષ્ણની જન્માષ્ટમીની ભાવભેર ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે સર્વત્ર કૃષ્ણમય માહોલ સર્જાયો હતો. દરમિયાન જૂનાગઢની એસ્થે કાયાકલ્પ હોસ્પિટલના ડર્મેટોલોજિસ્ટ ડો. પિયુષ બોરખતરીયા પરિવાર દ્વારા પણ જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવી હતી. ઉજવણીમાં ડો. પિયુષ બોરખતરીયા, તેમના પત્ની મિત્તલ બોરખતરીયા અને નાનકડા બાલકૃષ્ણ સમા તેમના પુત્ર તેજ બોરખતરીયા જોડાયા હતા. ડો. પિયુષ બોરખતરીયા દ્વારા ગોકુળિયા ગામ જેવો સેટ ઉભો કરવામાં આવ્યો હતો જેમાં ગોપીઓ વલોણું લઈને છાશ બનાવતી હોય અને બાળ કાનુડો માખણ ખાતો હોય તેવા દ્રશ્ય સર્જાયા હતા. નાનકડા બાલકૃષ્ણ સમા તેજ બોરખતરીયાએ અદલ કૃષ્ણ જેવો વેશ ધારણ કર્યો હતો અને માખણ ખાવા સાથે માતા - પિતાને અત્યંત વહાલ કરતા દ્રશ્યો જોવા મળ્યા હતા. આમ, અત્યંત ભાવપૂર્ણ વાતાવરણમાં ડો. પિયુષ બોરખતરીયા, મિતલબેન બોરખતરીયા અને તેજ બોરખતરીયા દ્વારા જન્માષ્ટમી પર્વની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.(તસ્વીર:મુકેશ વાધેલા-જુનાગઢ)
(11:35 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
