<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 21st July 2026

સર ગારફિલ્‍ડ સોબર્સને જામસાહેબની ભાવપૂર્ણ શ્રધ્‍ધાંજલી

વિશ્વના સોૈથી સંપૂર્ણ ઓલરાઉન્‍ડઃ ૧૯૬૬ની બ્રેબોર્ન સ્‍ટેડીયમની યાદગાર ઘટના વર્ણવી

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૨૧: નવાનગરના મહારાજા જામસાહેબ દ્વારા વેસ્‍ટ ઈન્‍ડિઝના દિગ્‍ગજ ક્રિકેટર સર ગારફિલ્‍ડ સોબર્સને શ્રદ્ધાંજલિ પાઠવતા સોબર્સને ‘‘વિશ્વના અત્‍યાર સુધીના સૌથી સંપૂર્ણ ઓલ-રાઉન્‍ડર'' ગણાવ્‍યા છે.

શ્રી જામ સાહેબે સોબર્સની અદ્વુત ક્ષમતાઓની પ્રશંસા કરી છે. તેમણે લખ્‍યું કે સોબર્સ બંને હાથે બેટિંગ, બોલિંગ અને ફિલ્‍ડિંગ કરી શકતા હતા. તેઓ ‘‘ફાસ્‍ટ ઇન-સ્‍વિંગ, આઉટ સ્‍વિંગ''થી લઈનબેગ કટર, ઓફ કટર અને ફલો સ્‍પીન  પણ નાખતા હતા. તેઓ ઓપનિંગથી લઈને ૬-૭ નંબરે પણ સદી ફટકારી શકતા હતા.

જામસાહેબે ૧૯૬૬ની ભારત વિ.વેસ્‍ટ ઈન્‍ડિઝ ટેસ્‍ટ મેચનો એક રસપ્રદ કિસ્‍સો યાદ કર્યો છે.મુંબઈના બ્રેબોર્ન સ્‍ટેડિયમમાં સવારે ૯ વાગ્‍યે સોબર્સ ૨ રન પર નોટ આઉટ હતા. તે સમયે સોબર્સ ડ્રીન્‍ક લીધેલી હાલતમાં ક્‍લબ હાઉસમાં આવ્‍યા હતા, રૂમમાં જઈને તૈયાર થયા અને મેદાનમાં ઉતરીને આખો દિવસ બેટિંગ કરીને ૨૩૫ રન સાથે ડબલ સેન્‍ચુરી ફટકારી હતી.

જામસાહેબે અંતમાં પ્રાર્થના કરી છે કે‘‘સર્વશક્‍તિમાન તેમને શાશ્વત શાંતિ આપે અને શકય હોય તો ક્રિકેટ જગતના ભલા માટે તેમને ફરી મેદાનમાં મોકલે.'' આ પત્ર ક્રિકેટ પ્રત્‍યેના મહારાજા જામસાહેબના પ્રેમ અને સોબર્સ પ્રત્‍યેનો આદરને દર્શાવે છે. 

 

(1:19 PM IST)