તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 26th July 2026
ટેબલટેનિસમાં જામનગરનું ગૌરવ: અંડર-17માં ભવ્યરાજ ઝાલા અને અંડર-19માં ભાર્ગવ રાઠોડ વિજેતા : હવે રાજ્ય કક્ષાએ કરશે જિલ્લાનું પ્રતિનિધિત્વ
SGFI ટુર્નામેન્ટમાં જામનગરના ખેલાડીઓએ કૌવત બતાવ્યું : સુમૈર સ્પોર્ટ્સ ક્લબના બંને કેપ્ટન સતત મહેનતથી બન્યા ચેમ્પિયન : કોચ કુણાલ ત્રિવેદી અને જયેશ રાવલે આપી તાલીમ

(મુકુંદ બદિયાણી દ્વારા) : જામનગર માટે ગર્વની પળ. સ્કૂલ ગેમ ફેડરેશન ઑફ ઈન્ડિયા SGFI દ્વારા આયોજિત ટેબલટેનિસ ટુર્નામેન્ટ જામનગર ખાતે યોજાઈ હતી. જેમાં સમગ્ર જામનગર જિલ્લાના ખેલાડીઓએ ઉત્સાહભેર ભાગ લીધો.
કોણ બન્યા ચેમ્પિયન?અંડર-17 બોયઝ: ભવ્યરાજ ઝાલા વિજેતા થયા,અંડર-19 બોયઝ: ભાર્ગવ રાઠોડ વિજેતા થયા
આ બંને ખેલાડીઓ હાલ જામનગર સિટી ટેબલ ટેનિસ ટીમના કેપ્ટન તરીકે પણ જવાબદારી સંભાળી રહ્યા છે.
ભવ્યરાજ અને ભાર્ગવ સુમૈર સ્પોર્ટ્સ ક્લબ જામનગર ખાતે નિયમિત કઠોર તાલીમ લે છે. કોચ કુણાલ ત્રિવેદી અને કોચ જયેશ રાવલની દેખરેખ હેઠળ શિસ્ત, સમર્પણ અને સત મહેનતના કારણે તેમણે આ સિદ્ધિ હાંસલ કર
આ બંને પ્રતિભાશાળી ખેલાડીઓ હવે આગામી સમયમાં રાજ્ય કક્ષાએ યોજાનાર સ્પર્ધામાં જામનગરનું પ્રતિનિધિત્વ કરશે.
ભવ્યરાજ ઝાલા અને ભાર્ગવ રાઠોડની આ સફળતા બદલ સર્વત્ર અભિનંદનની વર્ષા થઈ રહી છે. લોકો તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી રહ્યા છે.
વધુ માહિતી માટે જયેશ રાવલ - 9265706034 નો સંપર્ક કરવા જણાવ્યું છે.
(3:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
