તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 1st July 2026
જામનગરના પંચકોશી એ ડિવિઝન પોલીસે 'તેરા તુજકો અર્પણ ' અંતર્ગત બિનવારસુ હાલતમાં મળેલ ઇકો ગાડીના માલીકને શોધી કાર પરત સોંપી
ફોર વ્હીલ ગાડીની કમાન્ડ એન્ડ કંટ્રોલ મદદ તથા પોકેટ કોપ મોબાઇલ તથા ઇ-ગુજકોપની મદદથી ઇકો ફોર વ્હીલના માલીકને શોધી કાઢ્યા

જામનગર : પોલીસ મહાનીરીક્ષક રાજકોટ વિભાગ નિર્લિપ્ત રાય IPS તથા જામનગર પોલીસ વડા ડો.રવિ મોહન સૈની IPS નાઓએ જીલ્લા ક્રાઈમ કોન્ફરન્સ અનુસંધાને સુચના આપેલ હોય જેથી જામનગર ગ્રામ્ય નાયબ પોલીસ અધીક્ષક પિયુષ વાંદા તથા પંચ એ ડીવી. પો.સ્ટેના પો.ઇન્સ. એમ.એન.શેખ તથા પંચ એ ડીવી. પોલીસ સ્ટેશના સ્ટાફ દ્વારા"તેરા તુજકો અર્પણ"કાર્યક્રમ અંતર્ગત પંચ એ ડિવી. પો.સ્ટે. વિસ્તારમાંથી બીનવારસુ હાલતમાં મળી આવેલ ઇક્કો ફોર વ્હીલ ગાડીની કમાન્ડ એન્ડ કંટ્રોલ મદદ તથા પોકેટ કોપ મોબાઇલ તથા ઇ-ગુજકોપની મદદથી ઇકો ફોર વ્હીલના માલીક ને શોધી તેઓની ઇક્કો કાર કિ.રૂ. ૩,૦૦,000/- પરત સોપી આપેલ છે.
અરજદાર (૧) અયુબભાઇ સીદીકભાઇ સમેજા ધંધો-ડ્રાઇવિંગ( રહે.જોડીયાભુંગા બેડી બંદર રોડ જામનગર (મારૂતી ઇક્કો ગાડી રજી નં GJ 10 DA 2390 કી ३. 3,00,000/-)
(12:02 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
