તા. ૨૮ નવેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ કારતક વદ – ૧૩ ગુરૂવાર
News of Monday, 11th May 2026
જામનગરના જી.જી. હોસ્પિટલ રોડ પર લુખ્ખાતત્વોનો આતંક, બે યુવકો પર લાકડીઓ વડે હુમલો : જુઓ વિડીયો
સમગ્ર ઘટના CCTVમાં કેદ: એક યુવકને માથામાં ઘા વાગતા ગંભીર ઈજા, હુમલાખોરો ફરાર

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર, તા. 11 : જામનગર શહેરના જી.જી. હોસ્પિટલ રોડ વિસ્તારમાં ગઈકાલે કેટલાક લુખ્ખાતત્વોએ ખુલ્લેઆમ આતંક મચાવ્યો હોવાની ઘટના સામે આવી છે. લાકડીઓ સાથે ધસી આવેલા શખ્સોએ બે યુવકો પર હુમલો કર્યો હતો. આ સમગ્ર ઘટના નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે.
પ્રાપ્ત માહિતી મુજબ ગઈકાલે શહેરમાં ભારતના વડાપ્રધાનના આગમનને પગલે એક તરફ પોલીસ દ્વારા ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો, ત્યારે બીજી તરફ જી.જી. હોસ્પિટલ રોડ વિસ્તારમાં કેટલાક અસામાજિક તત્વોએ હંગામો મચાવ્યો હતો.
સીસીટીવી ફૂટેજમાં કેટલાક શખ્સો લાકડીઓ લઈને દોડતા તેમજ બે યુવકો પર હુમલો કરતા સ્પષ્ટ દેખાઈ રહ્યા છે. એક દૃશ્યમાં એક યુવકના માથાના ભાગે લાકડીનો ઘા મારતા તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ રસ્તા પર ઢળી પડતો જોવા મળે છે.
ઘટનાને લઈને વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. બનાવ બાદ હુમલાખોર શખ્સો સ્થળ પરથી ફરાર થઈ ગયા હોવાનું જાણવા મળે છે. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થતા પોલીસે ફૂટેજના આધારે આરોપીઓને શોધવા માટે તપાસનો દોર શરૂ કર્યો છે.
વડાપ્રધાનના પ્રવાસ દરમિયાન જ શહેરના મુખ્ય માર્ગ પર બનેલી આ ઘટનાથી પોલીસની કામગીરી સામે પણ સવાલો ઉઠી રહ્યા છે.
(11:28 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
