<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 12th May 2026

જામનગરના નજર કેદ રહેલાં કોર્પોરેટર ગેસના ભાવ વધારા સાથે નું વિરોધ પ્રદર્શન

ચૂલા ઉપર રોટલા બનાવી ભાજપ સરકારમાં સતત વધતા ગેસ ના ભાવ સામે પ્રતિકાત્મક વિરોધ કર્યો

જામનગર : વડાપ્રધાનના જામનગરના કાર્યક્રમના અનુસંધાને અગાઉ વિરોધ પ્રદર્શન કરી ચૂકેલા કોર્પોરેટર જેનબબેન ખફીના ઘરે મહિલા પોલીસનો પહેરો મોકલી દેવાયો હતો.
     પરંતુ જેનબબેન ખફી જાણતા હતાં કે તેઓને નજરકેદ કરવામાં આવશે આથી તેઓ વહેલા જ ઘરની બહાર નીકળી સુરક્ષિત જગ્યાએ પહોંચી ગયા હતાં, જ્યાં ચૂલા ઉપર રોટલા બનાવી ભાજપ સરકારમાં સતત વધતા ગેસ ના ભાવ સામે પ્રતિકાત્મક વિરોધ કર્યો હતો.

(12:56 AM IST)