<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 4th June 2026

ધો. 10 પછી ડિપ્લોમા ઇજનેરીમાં કારકિર્દી બનાવવા માંગતા વિદ્યાર્થીઓ માટે જામનગર સરકારી પોલીટેકનીક ખાતે 9 જૂને કારકિર્દી માર્ગદર્શન સેમિનાર

વાલસુરા રોડ સ્થિત સરકારી પોલીટેકનીકના ન્યુ બિલ્ડીંગના સેમિનાર હોલમાં સવારે 11.00 થી 1.30 દરમિયાન તજજ્ઞો આપશે પ્રવેશ પ્રક્રિયા અને વિવિધ કોર્સની સંપૂર્ણ માહિતી

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર, તા.4 :  ધોરણ 10 પછી ડિપ્લોમા ઇજનેરી ક્ષેત્રે કારકિર્દી બનાવવા ઇચ્છુક વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે સરકારી પોલીટેકનીક, જામનગર દ્વારા ખાસ કારકિર્દી માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે.  

 

આ સેમિનાર આગામી તા. 09 જૂન 2026, સોમવારના રોજ સવારે 11.00 થી બપોરે 1.30 કલાક દરમિયાન સેમિનાર હોલ, ન્યુ બિલ્ડીંગ, સરકારી પોલીટેકનીક, વાલસુરા રોડ, જામનગર ખાતે યોજાશે.  

 

સેમિનારમાં ધોરણ 10 પછી ડિપ્લોમા ઇજનેરી અભ્યાસક્રમોની પ્રવેશ પ્રક્રિયાની સંપૂર્ણ માહિતી આપવામાં આવશે. સાથે જ ડિપ્લોમા ઇજનેરીના મિકેનિકલ, સિવિલ, ઇલેક્ટ્રિકલ, કોમ્પ્યુટર સહિતના વિવિધ અભ્યાસક્રમોમાં રહેલી કારકિર્દીની તકો અંગે સરકારી પોલીટેકનીકના તજજ્ઞો દ્વારા વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવશે.  

 

સંસ્થાના આચાર્યશ્રીએ જણાવ્યું છે કે ધોરણ 10 પાસ કરેલા વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓએ આ સેમિનારનો મહત્તમ લાભ લેવો. સેમિનારમાં પ્રવેશ નિ:શુલ્ક છે.

(4:47 PM IST)