તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 9th July 2026
જામનગરમાં વર્ષ 2022 થી માનદવેતનમાં વધારો નથી કરાયો અને પડતર માગણીઓ ન ઉકેલતા દેશ વ્યાપી આંદોલન અંતર્ગત લાલ બંગલા સર્કલે અખિલ ભારતીય મજદૂર સંઘના નેજા હેઠળ આંગણવાડી વર્કરો દ્વારા સામુહિક ધરણા
લઘુત્તમ પગાર ૧૮૦૦૦ થી ૩૬૦૦૦ રૂપિયા પ્રતિ માસ, કર્મચારીઓને રાષ્ટ્રીય આરોગ્ય મિશન (NHM) હેઠળ મર્જ કરવા , કોન્ટ્રાક્ટ સિસ્ટમ અને ખાનગી NGO ને કામ સોંપવાની પ્રક્રિયા તાત્કાલિક બંધ કરવી જોઈએ સહિતના મુદ્દે રજુઆત

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૯ : જામનગરમાં આશા વર્કર બહેનો દ્વારા વર્ષ 2022 થી માનદવેતનમાં વધારો નથી કરાયો અને પડતર માગણીઓ ન ઉકેલતા દેશ વ્યાપી આંદોલન અંતર્ગત લાલ બંગલા સર્કલ ખાતે બપોરે 11 વાગ્યે અખિલ ભારતીય મજદૂર સંઘના નેજા હેઠળ આંગણવાડી વર્કરો દ્વારા સામુહિક ધરણા કરવામાં આવ્યા હતા.
આશા વર્કર બહેનોએ લઘુત્તમ પગાર ૧૮૦૦૦ થી ૩૬૦૦૦ રૂપિયા પ્રતિ માસ સુનિશ્ચિત કરવો જોઈએ, કર્મચારીઓને રાષ્ટ્રીય આરોગ્ય મિશન (NHM) હેઠળ મર્જ કરવા જોઈએ, કોન્ટ્રાક્ટ સિસ્ટમ અને ખાનગી NGO ને કામ સોંપવાની પ્રક્રિયા તાત્કાલિક બંધ કરવી જોઈએ, EPF અને ESI ના દાયરામાં લાવવા જોઈએ, પેન્શન ની રકમ નિવૃત્તિ પછી ચૂકવવી જોઈએ, સમાન કામ માટે સમાન મહેનતાણું મળવું જોઈએ, કામ દરમિયાન અકસ્માત કે કુદરતી મૃત્યુના કિસ્સામાં વળતર તરીકે રૂ. ૦૫ લાખ ચૂકવવા જોઈએ, નિવૃત્તિ લાભ તરીકે ૧૦ લાખ રૂપિયાની એક સાથે રકમ ચૂકવવી જોઈએ, ગણવેશ આપવો જોઈએ, આશા કાર્યકરોને તેમની ફરજો બજાવવા માટે કરવામાં આવતી મુસાફરી માટે મુસાફરી ભથ્થું મળવું જોઈએ, તેમજ નોકરી માટેનો સમયગાળો નક્કી કરી વળતર ચૂકવવું બાબતેનું આજ દિન સુધી નિરાકરણ ન આવતા ધરણા પર બેઠા હતા. ત્યારબાદ કલેક્ટર કચેરીએ આવેદન પત્ર પાઠવ્યું હતું. (તસવીર: કિંજલ કારસરીયા, જામનગર)
(4:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
