<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 28th April 2026

જામનગરઃ દિગ્‍જામ પાસે પોલીસને તીક્ષ્ણ હથિયાર બતાવનાર આરોપીઓનું રિકન્‍સ્‍ટ્રક્‍શન

આરોપીઓએ પેટ્રોલિંગ દરમિયાન રોકવા જતાં પોલીસ સ્‍ટાફને છરી જેવા તીક્ષ્ણ હથિયારો બતાવી નાસી છૂટવાનો પ્રયાસ કર્યો હતો પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીઓને ઝડપી પાડ્‍યા'તા

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૨૮: શહેરના દિગ્‍જામ સર્કલ પાસે થોડા દિવસ અગાઉ પોલીસ કર્મચારીઓને તીક્ષ્ણ હથિયાર બતાવી ધાકધમકી આપનાર આરોપીઓનું આજે પોલીસ દ્વારા ઘટના સ્‍થળે રિકન્‍સ્‍ટ્રક્‍શન કરવામાં આવ્‍યું હતું.

પોલીસ સૂત્રો મુજબ, આરોપીઓએ પેટ્રોલિંગ દરમિયાન રોકવા જતાં પોલીસ સ્‍ટાફને છરી જેવા તીક્ષ્ણ હથિયારો બતાવી નાસી છૂટવાનો પ્રયાસ કર્યો હતો. બાદમાં પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીઓને ઝડપી પાડ્‍યા હતા.

આજે કાયદાકીય પ્રક્રિયાના ભાગરૂપે પોલીસ કાફલા સાથે આરોપીઓને દિગ્‍જામ સર્કલ પાસેના ઘટના સ્‍થળે લઈ જવામાં આવ્‍યા હતા. જ્‍યાં સમગ્ર બનાવનું રિકન્‍સ્‍ટ્રક્‍શન કરાવવામાં આવ્‍યું હતું. આરોપીઓએ કયા સંજોગોમાં પોલીસને હથિયાર બતાવ્‍યા અને કેવી રીતે નાસવાનો પ્રયાસ કર્યો તેની વિગતો મેળવવામાં આવી હતી.

ચુસ્‍ત પોલીસ બંદોબસ્‍ત વચ્‍ચે કરાયેલી આ કાર્યવાહી દરમિયાન મોટી સંખ્‍યામાં લોકો એકઠા થઈ ગયા હતા. પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.(તસવીરઃ કિંજલ કારસરીયા-જામનગર)

(9:51 AM IST)