<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 14th May 2026

જામનગર G.G. હોસ્પિટલ સામે રાત્રે જાહેરમાં મારામારી: વાયરલ વીડિયોથી ચાર હુમલાખોરોની ઓળખ, સીટી-બી પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી ઝડપ્યા

જૂની અદાવતમાં હથિયારો સાથે હુમલો, જયદીપસિંહ ઉર્ફે બંદુક, હાર્દીપસિંહ, વીકી કાપડી અને પુષ્પરાજસિંહ જાડેજાની ધરપકડ; પોલીસ: દાદાગીરી કરનારા સામે કડક કાર્યવાહી ચાલુ રહેશે

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા. ૧૪ : જામનગર શહેરની સરકારી જી.જી. હોસ્પિટલ સામે થોડા દિવસો અગાઉ રાત્રિના સમયે જાહેરમાં મારામારી અને હુમલાનો બનાવ બન્યો હતો. આ ઘટનાનો વીડિયો સામાજિક માધ્યમોમાં વાયરલ થતાં શહેરમાં ભારે ચર્ચા જાગી હતી. બનાવની ગંભીરતાથી લઈ સીટી-બી ડિવિઝન પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી હતી.

 

ચારેય આરોપીઓ ઝડપાયા

 

પોલીસે વાયરલ વીડિયો, સ્થાનિક લોકોના નિવેદનો તેમજ ટેકનિકલ આધારોના આધારે હુમલામાં સંડોવાયેલા ચારેય આરોપીઓને શોધી કાઢી ઝડપી પાડ્યા હતા. આરોપીઓ પાસેથી હુમલામાં ઉપયોગમાં લેવાયેલા હથિયારો સહિતની સામગ્રી પણ કબજે લેવામાં આવી છે.

 

ધરપકડ કરાયેલા આરોપીઓ

 

1. *જયદીપસિંહ ઉર્ફે બંદુક મહીપતસિંહ જાડેજા* - રહે. રામેશ્વરનગર રાંદલનગર, જામનગર

2. *હાર્દીપસિંહ ઉર્ફે હદુભા ઉર્ફે હાર્દીક હરદેવસિંહ ઝાલા* - રહે. ખોડીયાર કોલોની, જામનગર  

3. *વિવેક ઉર્ફે વીકી ગોપાલભાઈ કાપડી* - રહે. તિરુપતી સ્વામીનારાયણ વિસ્તાર, જામનગર

4. *પુષ્પરાજસિંહ બળભદ્રસિંહ જાડેજા* - રહે. નવાગામ ઘેડ વિસ્તાર, જામનગર

 

જૂની અદાવતમાં હુમલો

 

 

 

પ્રાથમિક તપાસમાં જૂની અદાવત અને બોલાચાલી બાદ મામલો ઉગ્ર બનતા જાહેરમાં હુમલો કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. પોલીસે ચારેય આરોપીઓ સામે હત્યાના પ્રયાસ, જીવલેણ હુમલો, મારામારી અને જાહેર શાંતિ ભંગ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

પોલીસની ચેતવણી

 

 

સિટી બી. ડિવિઝન પોલીસે જણાવ્યું કે શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ જાહેરમાં દાદાગીરી અને ગેરકાયદેસર હરકતો કરનાર તત્વો સામે કડક કાર્યવાહી ચાલુ રહેશે.

(4:46 PM IST)