તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 30th September 2026
જામનગર મહાનગરપાલિકાને હાઈટેક બળઃ ૧૦ નવા અત્યાધુનિક ફાયર ફાઈટિંગ વાહનોનો ઉમેરો
ઊંચી ઈમારતો માટે ૬૦ મીટર ઊંચું ટર્ન ટેબલ લેડર વાહન પણ આવ્યું

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૩૦: જામનગર શહેરમાં આગ, ભવન ધરાશાયી કે અન્ય કોઈ મોટી કુદરતી-માનવસર્જિત આપત્તિ વખતે તાત્કાલિક અને અસરકારક રેસ્કયૂ કામગીરી થઈ શકે તે માટે ફાયર અને આપાતકાલીન સેવા વિભાગને વધુ સુસજ્જ અને સક્ષમ બનાવવામાં આવ્યો છે.
મહાનગરપાલિકા દ્વારા વિવિધ પ્રકારના કુલ ૧૦ નવા અત્યાધુનિક ફાયર વાહનો અને સાધન-સામગ્રી વસાવવામાં આવી છે. આ ઉપરાંત શહેરમાં વધી રહેલી બહુમાળી ઈમારતોને ધ્યાને લઈને રાજ્ય સરકાર દ્વારા ૬૦ મીટર સુધીની ચાઈએ બચાવ કામગીરી કરી શકે તેવું અત્યંત આધુનિક ટર્ન ટેબલ લેડર વાહન પણ ખાસ ફાળવવામાં આવ્યું છે, જે જામનગર ફાયર વિભાગ માટે મોટી ઉપલબ્ધિ છે.
મ્યુનિસિપલ કમિશનર દીપેશ કેડિયાએ મેઈન ફાયર સ્ટેશન ખાતે રૂબરૂ પહોંચી તમામ નવા વાહનોની કાર્યક્ષમતા, ટેકનિકલ ક્ષમતા અને તેમાં રહેલી આધુનિક સુવિધાઓનું જાત નિરીક્ષણ કર્યું હતું. તેમણે ફાયર વિભાગના અધિકારીઓ પાસેથી દરેક વાહન કઈ પરિસ્થિતિમાં કેવી રીતે કામ કરશે તે અંગે વિગતવાર માહિતી મેળવી હતી. આ નિરીક્ષણ દરમિયાન સિટી એન્જિનિયર તથા ચીફ ફાયર ઓફિસર ભાવેશ જાની પણ ઉપસ્થિત રહ્યા હતા.
ત્યારબાદ કમિશનરશ્રીએ ફાયર કંટ્રોલ રૂમની મુલાકાત લઈ રાજ્ય સરકારની એકીકળત આપાતકાલીન સેવા ડાયલ ૧૧૨ ની કામગીરીની સમીક્ષા કરી હતી. નાગરિકો તરફથી આવતા આપાતકાલીન ફોન કોલ, તેના પર અપાતો ત્વરિત પ્રતિસાદ, અને પોલીસ-ફાયર-એમ્બ્યુલન્સ વચ્ચેના સંકલનની સમગ્ર પ્રક્રિયાનું તેમણે બારીકાઈથી નિરીક્ષણ કર્યું હતું.
અંતમાં કમિશનરે ફાયર સ્ટાફ સાથે સીધો સંવાદ કરી નવા વાહનો અને સાધનોની નિયમિત જાળવણી થાય, સ્ટાફ સંપૂર્ણ ટેકનિકલ તાલીમથી સજ્જ રહે અને ૧૧૨ સેવામાં દરેક કોલ પર સમયસૂચકતા અને સત્વર કામગીરી જળવાઈ રહે તે માટે જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપી હતી.
(12:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
