<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 4th September 2026

જામનગર એલ.સી.બી. ટીમે શંકરટેકરી વિસ્તારમાં મકાનમાંથી વિદેશી દારૂના ૧૩ ચપટા સાથે સદામહુશેન આદમભાઇ ખીરાને દબોચ્યો

પો. હેડ કોન્સ. મયુદીનભાઈ સૈયદ અને એ.એસ.આઈ. ઘનશ્યામભાઇ ડેરવાળીયાની બાતમી તથા ફરિયાદ આધારે કાયદેસરની કાર્યવાહી : દારૂનો જથ્થો સાથે લેવા જનાર જતીનભાઇ દામા અને સપ્લાયર દીપ સોંદરવાને પકડવા ચક્રો ગતિમાન

મુકુંદ બદીયાણી દ્વારા, જામનગર: જામનગર શહેરમાં દારૂ અને જુગારની બદીને નેસ્તનાબૂદ કરવા હાથ ધરાયેલી ખાસ ઝુંબેશ અંતર્ગત જામનગર લોકલ ક્રાઇમ બ્રાંચ (એલ.સી.બી.) ની ટીમે શંકરટેકરી વિસ્તારમાં દરોડો પાડીને એક રહેણાંક મકાનમાંથી અંગ્રેજી દારૂના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડ્યો છે. આ કામગીરી રાજકોટ વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય (IPS) અને જામનગર જિલ્લા પોલીસ અધીક્ષક ડૉ. રવિ મોહન સૈની (IPS) ની કડક સૂચનાઓ મુજબ હાથ ધરવામાં આવી હતી. એલ.સી.બી. ના પોલીસ ઇન્સ્પેક્ટર વી.બી.ચૌધરીના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ.વી.ભાટીયા તથા સ્ટાફના માણસો જામનગર શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.

રૂ. ૩,૭૫૫ નો મુદ્દામાલ જપ્ત - બે આરોપીઓની શોધોળ ચાલુ:
પેટ્રોલીંગ દરમિયાન એલ.સી.બી. સ્ટાફના ઘનશ્યામભાઈ ડેરવાળીયા તથા મયુદીનભાઈ સૈયદને મળેલ ખાનગી સંયુક્ત બાતમીના આધારે જામનગર શહેરમાં શંકરટેકરી નવી નિશાળ પાસે, કરીમભાઈ વેલ્ડીંગ વાળાની ગલીમાં દરોડો પાડવામાં આવ્યો હતો. ત્યાં રહેતા આરોપી સદામહુશેન આદમભાઇ ખીરાના રહેણાંક મકાનમાંથી અંગ્રેજી દારૂના ચપટા નંગ-૧૩ (કિંમત રૂ. ૧,૭૫૫/-) તથા એક મોબાઇલ ફોન (કિંમત રૂ. ૨,૦૦૦/-) મળીને કુલ રૂ. ૩,૭૫૫/- નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. આ મામલે પોલીસ હેડ કોન્સ્ટેબલ મયુદીનભાઈ સૈયદએ ફરિયાદ રિપોર્ટ આપતાં એ.એસ.આઈ. ઘનશ્યામભાઇ ડેરવાળીયાએ પ્રોહિબિશન ધારા હેઠળ કાયદેસરની કાર્યવાહી કરી છે. આ કેસમાં દારૂનો જથ્થો સાથે લેવા જનાર જતીનભાઇ દામા (રહે. શંકરટેકરી, જામનગર) તથા દારૂ સપ્લાય કરનાર આરોપી દીપ સોંદરવા (રહે. શંકરટેકરી સિદ્ધાર્થ કોલોની, જામનગર) ને પકડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

કામગીરી કરનાર એલ.સી.બી. ટીમ:
પોલીસ ઇન્સ્પેક્ટર વી.બી.ચૌધરી અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ.વી.ભાટીયાના નેતૃત્વમાં એલ.સી.બી. સ્ટાફના હરપાલસિંહ સોઢા, ભરતભાઇ પટેલ, નાનજીભાઈ પટેલ, શરદભાઇ પરમાર, દિલીપભાઇ તલવાડીયા, હિતેન્દ્રસિંહ જાડેજા, અરજણભાઈ કોડીયાતર, મયુદીનભાઇ સૈયદ, ક્રિપાલસિંહ જાડેજા, નિર્મળસિંહ જાડેજા, ધનશ્યામભાઈ ડેરવાળીયા, યુવરાજસિંહ ઝાલા, ભયપાલસિંહ જાડેજા, ભરતભાઇ ડાંગર, કિશોરભાઇ પરમાર, સુમીતભાઇ શીયાર, રૂષીરાજસિંહ વાળા, મયુરસિંહ પરમાર, અરજયભાઇ વીરડા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, સુરેશભાઈ માલકીયા, દયારામ ત્રિવેદી, બીજલભાઇ બાલાસરા, ધર્મેન્દ્રસિંહ જાડેજા તથા ભારતીબેન ડાંગર સહિતના પોલીસ કર્મચારીઓ દ્વારા આ સફળ કામગીરી કરવામાં આવી છે.

(9:00 PM IST)