<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 11th April 2026

જામનગર: આમરા ગામના પાટીયા પાસેથી મોટરસાયકલની ચોરી કરનાર બે શખ્સોને મુદ્દામાલ સાથે દબોચી લેતી એલ.સી.બી. પોલીસ

સરમત ગામના પાટીયા પાસેથી વસઈ અને જામનગરના બે તસ્કરો ઝડપાયા: હિરો કંપનીનું બાઈક રિકવર કરી સિક્કા પોલીસને સોંપાયા

જામનગર:જામનગર જિલ્લામાં વાહન ચોરી અને ઘરફોડ ચોરીના વણઉકેલાયેલા ગુનાઓ શોધી કાઢવા માટે પોલીસ તંત્ર દ્વારા સઘન ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. આ અંતર્ગત રાજકોટ વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય અને જામનગર જિલ્લા પોલીસ વડા ડો. રવિ મોહન સૈની દ્વારા અપાયેલી ખાસ સૂચનાઓને આધારે જામનગર એલ.સી.બી. (Local Crime Branch) પોલીસને મોટી સફળતા મળી છે. જામનગર તાલુકાના આમરા ગામના પાટીયા પાસેથી મોટરસાયકલની ચોરી કરનાર બે રીઢા તસ્કરોને એલ.સી.બી.ની ટીમે મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે.

પેટ્રોલિંગ દરમિયાન મળી સફળતા:
એલ.સી.બી. પોલીસ ઇન્સ્પેક્ટર વી.બી. ચૌધરીના માર્ગદર્શન હેઠળ પો.સ.ઇ. એમ.વી. ભાટીયા અને સ્ટાફના માણસો જામનગર ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. આ દરમિયાન એલ.સી.બી. સ્ટાફના કિશોરભાઇ પરમાર, ધર્મેન્દ્રસિંહ જાડેજા અને ભરતભાઇ ડાંગરને મળેલી ચોક્કસ બાતમીના આધારે સરમત ગામના પાટીયા પાસે વોચ ગોઠવવામાં આવી હતી.

ઝડપાયેલા આરોપીઓ અને મુદ્દામાલ:
પોલીસે શંકાસ્પદ હાલતમાં પસાર થતા બે ઇસમોને અટકાવી પૂછપરછ કરતા ચોરીના બાઈકનો ભેદ ઉકેલાયો હતો. ઝડપાયેલા આરોપીઓમાં:
૧. આફતાબ ઉર્ફે કારો હસનભાઇ સમા (ઉંમર ૨૧, રહે. વસઇ ગામ, જામનગર)
૨. કૈલાસ ઉર્ફે લાલો બીપીનભાઇ જોગેલ (ઉંમર ૧૯, રહે. ઇન્દીરા કોલોની, જામનગર) નો સમાવેશ થાય છે.

આ આરોપીઓ પાસેથી હિરો કંપનીનું મોટરસાયકલ (નંબર-જી.જે.૧૦ એ.બી.૫૯૨૧) જેની કિંમત અંદાજે રૂ. ૧૫,૦૦૦/- છે, તે મળી આવ્યું હતું. આ મામલે સિક્કા પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સહિતા-૨૦૨૩ની કલમ ૩૦૩(૨) મુજબ ગુનો નોંધાયેલ છે. એ.એસ.આઇ. અરજણભાઇ કોડીયાતરે આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી કરી વધુ તપાસ અર્થે સિક્કા પોલીસને સોંપી આપ્યા છે.

કામગીરી કરનાર ટીમ:
આ સમગ્ર સફળ કામગીરીમાં પો.ઇન્સ. વી.બી. ચૌધરી અને પો.સ.ઇ. એમ.વી. ભાટીયા સાથે એલ.સી.બી. સ્ટાફના હરપાલસિંહ સોઢા, ભરતભાઇ પટેલ, નાનજીભાઇ પટેલ, શરદભાઇ પરમાર, દિલીપભાઇ તલવાડીયા, ઘનશ્યામભાઇ ડેરવાળીયા, ભરતભાઇ ડાંગર, હિતેન્દ્રસિંહ જાડેજા, મયુદીનભાઇ સૈયદ, ક્રિપાલસિંહ જાડેજા, સુમિતભાઇ શીયાર, નિર્મળસિંહ જાડેજા, રૂષીરાજસિંહ વાળા, મયુરસિંહ પરમાર, અજયભાઇ વિરડા, ભયપાલસિંહ જાડેજા, સુરેશભાઇ માલકીયા, દયારામ ત્રિવેદી, બીજલભાઇ બાલાસરા અને ભારતીબેન ડાંગર સહિતના સભ્યો જોડાયા હતા.

 

(10:02 PM IST)