<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 30th August 2026

જામનગર એલસીબીએ સોની વેપારીઓ સાથે છેતરપિંડી કરતી ગેંગના બે આરોપીઓને ઝડપ્યા :₹17.69 લાખથી વધુનો સોનાનો મુદ્દામાલ જપ્ત કર્ય

કાલાવડ ટાઉન અને ઉપલેટા પોલીસ મથકના છેતરપિંડીના ગુનાઓનો ભેદ ઉકેલાયા:આરોપીઓ સોનીની દુકાનની બાજુમાં ભાડે દુકાન રાખી સામાન્ય ધંધો શરૂ કરતા. સોની વેપારીઓ સાથે પરિચય કેળવી વિશ્વાસ જીતતા હતા.

જામનગર LCBએ સોની વેપારીઓ સાથે છેતરપિંડી કરતી ગેંગના બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. આરોપીઓ પાસેથી ₹17.69 લાખથી વધુનો સોનાનો મુદ્દામાલ કબજે કર્યો છે. સુરેશભાઈ કાંજીભાઈ ઠાકર અને જગદીશ અમૃતલાલ ભટ્ટ ઝડપાયા છે  બંને પાસેથી 120 ગ્રામ 18 મિલિગ્રામ સોનાના ઘરેણાં મળી આવ્યા છે. કાલાવડ ટાઉન અને ઉપલેટા પોલીસ મથકના છેતરપિંડીના ગુનાઓનો ભેદ ઉકેલાયા છે . આરોપીઓ સોનીની દુકાનની બાજુમાં ભાડે દુકાન રાખી સામાન્ય ધંધો શરૂ કરતા. સોની વેપારીઓ સાથે પરિચય કેળવી વિશ્વાસ જીતતા હતા. પ્રથમ નાના ઘરેણાં ખરીદી વેપારીઓનો વિશ્વાસ સંપાદિત કરતા હતા. બાદમાં ઘરે બતાવવાના બહાને મોટા પ્રમાણમાં દાગીના લઈ ફરાર થઈ જતા હતા. જુદા જુદા શહેરોમાં અલગ નામ અને અલગ દુકાનના નામનો ઉપયોગ કરતા હતા . અમરેલીમાં શિવ ટ્રેડર્સના નામે અને કુમાર પંડ્યા તરીકે ઓળખ આપી હતી. ઉપલેટામાં દર્શન ટ્રેડર્સના નામે અને દર્શન મહેતા તરીકે ઓળખ આપી હતી. કાલાવડમાં સાગર ટ્રેડર્સના નામે અને સાગર મહેતા તરીકે ઓળખ આપી હતી. LCBએ બાતમીના આધારે બંને આરોપીઓને ઝડપી પાડ્યા છે.

(5:39 PM IST)