<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 18th April 2026

ઘરફોડ ચોરીના ગુન્હાનો આરોપીને ઝડપી લેતી જામનગર એલસીબી

-કાનો માલધારી હોટલ પાછળ યાર્ડવાળા રોડ પરથી પકડી લઈને પંચકોશી એ ડિવિઝન પોલીસ સ્ટેશને સોંપી આપ્યો

જામનગર : નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ રાજકોટ નિર્લિપ્ત રાય(IPS) નાઓએ જામનગર જીલ્લા તથા અન્ય જીલ્લાના ગુનામા નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા સૂચના આપેલ હોય, જેથી જામનગર પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈની (IPS) નાઓએ જામનગર જીલ્લા તથા અન્ય જીલ્લાના ગુનાઓમા નાસતા ફરતા આરોપીઓ ને શોધી કાઢવા એલ.સી.બી. પો.ઇન્સ. વી.બી.ચૌધરીનાઓને સુચના આપેલ હોય જેથી પો.ઇન્સના માર્ગદર્શન મુજબ એલ.સી.બી. ના પો.સ.ઇ એમ.વી.ભાટીયા તથા સ્ટાફના માણસો જામનગર શહેર વિસ્તારમા પેટ્રોલીંગમા હતા

દરમ્યાન સ્ટાફના દિલીપભાઇ તલાવડીયા, હિતેન્દ્રસિ;હ જાડેજા તથા યુવરાજસિંહ ઝાલાને મળેલ ખાનગી હકિકત આધારે જામનગર જીલ્લાના પંચકોષી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ગુરન ૧૧૨૦૨૦૪૫૨૫૧૦૦૨/૨૦૨૫ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ની કલમ ૩૦૫(એ),૩૩૧(૪), ૫૪ મુજબના ઘરફોડ ચોરીના ગુનામા નાસતા ફરતા આરોપી ફારૂકભાઇ આમદભાઇ ઉર્ફે ડાડુ સોઢા રહે. બેડી, જોડીયાભુંગા જામનગર વાળાને જામનગર રાજકોટ હાઇવે રોડ ઉપર કાનો માલધારી હોટલ પાછળ, યાર્ડ વાળા રોડ ઉપરથી પો.હેડ કોન્સ. દિલીપભાઇ તલાવડીયાએ હસ્તગત કરી, કાયદેસરની કાર્યવાહી કરી આગળની તપાસ થવા પંચકોષી એ ડીવી પો.સ્ટે. ને સોપી આપેલ છે.

આ કાર્યવાહી પો.ઇન્સ.વી.બી.ચૌધરીના માર્ગદર્શન મુજબ પો.સ.ઈ. એમ.વી.ભાટીયા તથા એલ.સી.બી. સ્ટાફના હરપાલસિંહ સોઢા, ભરતભાઇ પટેલ, શરદભાઇ પરમાર, નાનજીભાઇ પટેલ, દિલીપભાઇ તલવાડીયા, હિતેન્દ્રસિંહ જાડેજા, અરજણભાઇ કોડીયાતર, મયુદીનભાઇ સૈયદ, ક્રિપાલસિંહ જાડેજા, નિર્મળસિંહ જાડેજા, ધનશ્યામભાઇ ડેરવાળીયા, યુવરાજસિંહ ઝાલા, કિશોરભાઇ પરમાર, ભરતભાઇ ડાંગર, રૂષીરાજસિંહ વાળા, મયુરસિંહ પરમાર, સુમિતભાઇ શીયાર, ભયપાલસિંહ જાડેજા, અશોકભાઇ વીરડા, ધમેન્દ્રસિંહ જાડેજા, સુરેશભાઇ માલકીયા, દયારામ ત્રિવેદી, બીજલભાઇ બાલાસરા તથા ધમેન્દ્રસિંહ જાડેજા, ભારતીબેન ડાંગર વિગેરે દ્રારા કરવામા આવેલ છે.

 

(12:36 AM IST)