તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 2nd October 2026
ભાડા અધિનિયમ 2026ના વિરોધમાં જામનગરના વકીલોની કાલે હડતાલ
જામનગરના વકીલો કોર્ટની કામગીરીથી અળગા રહી ભાડા અધિનિયમ 2026 અંગે પોતાનો વિરોધ નોંધાવશે :જામનગર જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૨ : ભાડા અધિનિયમ 2026ના વિરોધમાં રાજ્યભરના વકીલો દ્વારા આવતીકાલે હડતાલનું આયોજન કરવામાં આવ્યું છે. આ રાજ્યવ્યાપી વિરોધમાં જામનગર જિલ્લાના વકીલો પણ જોડાશે.
જામનગરના વકીલો આવતીકાલે કોર્ટની કામગીરીથી અળગા રહી ભાડા અધિનિયમ 2026 અંગે પોતાનો વિરોધ નોંધાવશે. ત્યારબાદ જામનગર જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી અધિનિયમ અંગે વકીલ આલમની વિવિધ રજૂઆતો અને માંગણીઓથી વહીવટી તંત્રને વાકેફ કરવામાં આવશે.
જામનગરના વકીલોએ રાજ્યભરના વકીલો સાથે એકતા દર્શાવી આ વિરોધ કાર્યક્રમને સફળ બનાવવા માટે તમામ વકીલમિત્રોને ઉપસ્થિત રહેવા અનુરોધ કર્યો છે.
(12:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
